હાલમાં ચાના શોખીનો માટે એક ઝટકો આપનારા સમાચાર સામે આવ્યા છે. જી હાં સવારની ચા હોય કે ઓફિસના બ્રેક દરમિયાન કપ, ચા આપણા દિવસનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. પણ શું તમે જાણો છો કે તમારી એ જ સુખદ ચા હવે બીમારીને આમંત્રણ આપી રહી છે?
દિલ્હી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના જાગૃતિ અભિયાનમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ડિસ્પોઝેબલ પેપર કપમાં પીવામાં આવતી ચાની સાથે, તમે અજાણતાં તમારા શરીરમાં 25 હજાર સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો ગળી રહ્યા છો.
શરીરમાં લગભગ 75,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશે
વાડિસ્પોઝેબલ કાગળના કપની અંદરની સપાટી પર 80 થી 90 માઇક્રોન જાડાઈનું પ્લાસ્ટિક કોટિંગ હોય છે. ગરમ ચા આ કોટિંગના સંપર્કમાં આવતાની સાથે જ હાઇડ્રોફોબિક કોટિંગ તૂટવા લાગે છે અને માત્ર 15 મિનિટમાં લગભગ 25 હજાર માઇક્રોપ્લાસ્ટિક કણો ચામાં ઓગળી જાય છે.

પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ જે વ્યક્તિ દિવસ ત્રણ કપ ચા પીવે છે તેના શરીરમાં લગભગ 75,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશી શકે છે.
પાચનતંત્રને નુકસાન થાય
આ પ્લાસ્ટિકના કણો માત્ર પાચનતંત્રને જ અસર કરતા નથી, પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવી શકે છે. નિષ્ણાતોના મતે શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક્સના સંચયથી ડાયાબિટીસ, વંધ્યત્વ, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, થાઇરોઇડ અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે.
નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે પ્લાસ્ટિકના કણોનો વધુ પડતો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તે શરીરને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો તમે પણ ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવા ટેવાયેલા છો, તો હવે સાવધાન રહેવાનો સમય છે. નિષ્ણાતો નિકાલજોગ કપને બદલે સ્ટીલ, કાચ અથવા માટીના વાસણોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.