× Special Offer View Offer

પાયલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે? ભારતમાં આ અભ્યાસક્રમની ફી કેટલી? અહીં જાણો સંપુણ માહિતી વિગતવાર…

WhatsApp Group Join Now

આજના યુવાનોમાં એક સ્વપ્ન ઝડપથી પાંખો કેળવી રહેલ છે – પાઇલટ બનવાનું સ્વપ્ન. ખુલ્લું આકાશ, હાઇ-સ્પીડ વિમાનો, પાઇલટ માટે ભારે પગાર અને દુનિયાભરમાં મુસાફરી કરવાની તક રહેલી છે.

અલબત પાઇલટ બનવું એ ફક્ત એક આકર્ષક સ્વપ્ન નથી પણ તે એક અત્યંત ટેકનિકલ અને જવાબદારીભર્યો વ્યવસાય પણ છે. જેની તાલીમ માટે સખત મહેનત, સમય અને પૈસાની જરૂર પડે છે.

પાઇલટ બનવાના માર્ગો

ભારતમાં પાઇલટ બનવાની બે મુખ્ય રીતો છે:
  1. કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) માટે તાલીમ
  2. ભારતીય વાયુસેના (IAF) દ્વારા

તાલીમ ફી કેટલી છે?

ભારતમાં પાઇલટ તાલીમનો કુલ ખર્ચ સંસ્થા, સ્થાન અને ઉડાનના કલાકોના આધારે બદલાઈ શકે છે. પરંતુ સરેરાશ એક વિદ્યાર્થીને 35 લાખ રૂપિયાથી 55 લાખ રૂપિયા અથવા તો 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.

કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં આ ખર્ચ 60 લાખ રૂપિયા સુધી પણ જઈ શકે છે. સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પાયલોટ તાલીમ માટેની ફી નીચે જુઓ.

સરકારી સંસ્થાઓના નામ અને તેમની અંદાજિત ફી

  • રાજીવ ગાંધી એવિએશન એકેડેમી ફોર એવિએશન ટેકનોલોજી – રૂપિયા 3-20 લાખ (કોર્સ પર આધાર રાખીને)
  • રાષ્ટ્રીય ઉડાન તાલીમ સંસ્થા – 42 લાખ રૂપિયા
  • ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન સાયન્સ (રાયબરેલી)- રૂપિયા 40-45 લાખ
  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદાન એકેડમી – રૂપિયા 31 લાખ
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ખાનગી તાલીમ સંસ્થામાં પાઇલટ બનવા માટેની ફી

  • બોમ્બે ફ્લાઈંગ ક્લબ – રૂપિયા 34 લાખ
  • IGIA (ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોનોટિક્સ)- રૂપિયા 1 થી 2 લાખ
  • કાર્વર એવિએશન એકેડેમી – 5 થી 45 લાખ રૂપિયા (કોર્સ પર આધાર રાખીને)
WhatsApp Group Join Now

Leave a Comment