પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ પ્રોગ્રામની લાસ્ટ ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે. આથી જે ઉમેદવાર આ યોજનામાં ફોર્મ નથી ભરી શક્યા તેઓ હવે એપ્લાય કરી શકશે.
આ યોજનાની તારીખ 15 નવેમ્બર 2024 કરવામાં આવી છે. જેથી દેશની મોટી અને જાણીતી કંપનીઓમાં કામ શીખવા ઇચ્છુક ઉમેદવારો આ નવી તારીખ સુધી ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારોને સ્ટાઇપેન્ડ પણ મળશે.
PM ઇન્ટર્નશિપ સ્કીમની યોગ્યતા
જે લોકો ફૂલ ટાઇમ એટલે કે રેગ્યુલર અભ્યાસ કે નોકરી ન કરતા હોય તેવા લોકો ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ દ્વારા અભ્યાસ કરતા ઉમેદવારો તેમાં અરજી કરી શકે છે. જેમાં અરજી કરવાની ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ.
કેટલું સ્ટાઇપેન્ડ મળશે?
પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના હેઠળ હાઈસ્કૂલ, આઈટીઆઈ સર્ટિફિકેટ, પોલિટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા, બીએ, બીએસસી, બીકોમ, બીસીએ, બીબીએ, બીફાર્મા જેવા કોર્સ કરનારા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે.
ઉમેદવારની પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. જ્યારે IIT, IIM, IIIT, નેશનલ લો યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ PM ઇન્ટર્નશિપ માટે અરજી કરવા પાત્ર નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સિવાય સીએ, સીએમએ, સીએસ, એમબીએ, સીએમએ અથવા માસ્ટર્સ ડિગ્રી અથવા તેનાથી ઉપરની ડીગ્રી ધરાવનાર ઉમેદવારો પણ આ માટે અરજી નહીં કરી શકે. ભારત સરકારના આ ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાંથી પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયા અને પ્રતિ વર્ષ 6000 રૂપિયા પણ મળશે.
કેવી રીતે અરજી કરવી?
- સૌ પહેલા PM ઈન્ટર્નશિપ સ્કીમની ઑફિશિયલ સાઈટ pminternship.mca.gov.in પર જવું.
- હવે હોમપેજ પરની રજીસ્ટ્રેશન લિંક પરથી પ્રોસેસ પૂર્ણ કરો.
- વેબસાઇટ પર લોગિન કરો અને ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો યોગ્ય સાઇઝમાં અપલોડ કરો.
- છેલ્લે ફોર્મ તપાસો અને સબમિટ કરો.
- ફોર્મનું ફાઈનલ પ્રિન્ટઆઉટને સુરક્ષિત રાખો.
500 જેટલી કંપનીમાં કામનો મોકો
પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024 હેઠળ યુવા ઉમેદવારોને ટાટા કન્સલ્ટન્સી, વિપ્રો, રિલાયન્સ, ટીસીએ, ટેક મહિન્દ્રા જેવી 500 કોર્પોરેટ અને સરકારી કંપનીઓમાં કામ કરવાની તક મળશે.
આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં, ઉમેદવારો બેંકિંગ, ઓઈલ, ટ્રાવેલ વગેરે ક્ષેત્રોમાં તેમની યોગ્યતા અને ઇચ્છા મુજબ ફોર્મ ભરી શકે છે. આ યોજના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ હેઠળ ચલાવવામાં આવે છે.