ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ હેઠળ એક યોજના શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ તમને 2 વર્ષમાં લાખો રૂપિયા મળશે. આ સ્કીમ બેંક FD કરતા વધારે વળતર આપે છે. આ યોજનાનું નામ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર છે.
હાલમાં, આ યોજના બેંક FDના 2-વર્ષના વ્યાજ દર કરતાં વધુ વળતર ઓફર કરે છે. આ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે.

આ સ્કીમમાં કોઈ વય મર્યાદા નથી, કોઈપણ ભારતીય મહિલા કે યુવતી રોકાણ કરી શકે છે. મહિલાઓ આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી વધુમાં વધુ 2,00,000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.
FDથી વધુ કેટલું વ્યાજ મળશે?
મહિલા સન્માન બચત યોજના હેઠળ, જમા રકમ પર 7.5% વાર્ષિક વળતર મળે છે. આ સ્કીમ પર હાલમાં જે વ્યાજ આપવામાં આવે છે તે 2 વર્ષની બેંક FD કરતાં વધુ છે.
જ્યારે SBIની બે વર્ષની FD પર સામાન્ય ગ્રાહકને 6.80% વ્યાજ દર અને સીનીયર સીટીઝનને 7.30% વ્યાજ દર મળે છે. બીજું કે, HDFC બેંકમાં સામાન્ય ગ્રાહકને 7.00% અને સીનીયર સીટીઝનને 7.50%નો વ્યાજ દર મળે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
એક્સિસ બેંકમાં FD પર સામાન્ય ગ્રાહકને 7.10% અને સીનીયર સીટીઝનને 7.60%નો વ્યાજ દર મળે છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ 2 વર્ષ માટે 7%નો વ્યાજ દર મળે છે.
2 લાખ રૂપિયા જમા કરાવવાથી તમને કેટલું મળશે?
જો તમે આ સરકારી સ્કીમમાં ₹2,00,000નું રોકાણ કરો છો, તો બે વર્ષ પછી તમને 32,044 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે, તમને મેચ્યોરિટી પર કુલ 2,32,044 રૂપિયા મળશે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાના નિયમો અનુસાર, જો તમે એક વર્ષ પછી આ ખાતામાંથી પૈસા ઉપાડવા માંગો છો, તો ખાતું ખોલ્યાના એક વર્ષ પછી આંશિક ઉપાડની મંજૂરી છે. તમે જમા કરેલી રકમના 40% સુધી ઉપાડી શકો છો.