જો તમે કોઈ સંગઠીત ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. કારણ કે કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડેન્ટ ફંડ (EPF) અંતર્ગત લઘુત્તમ વેતન મર્યાદાને વધારવા અંગે ટૂંક સમયમાં નિર્યણ લઈ શકે છે. તેને લીધે દેશના કરોડો PF ખાતા ધારકોને મોટો લાભ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી EPFOમાં રૂપિયા 15,000 બેસિક સેલરી પ્રમાણે પેન્શન ડિડક્શન એટલે કે પેન્શનની રકમ કાપવામાં આવે છે, જોકે હવે તેને વધારીને રૂપિયા 21,000 કરવામાં આવે તેવી શક્યતા છે.
તેને લીધે કર્મચારીઓને મોટો ફાયદો થશે અને ભવિષ્ય માટે વધુ ભંડોળ એકત્રિત કરી શકાશે.

આ ઉપરાંત અન્ય એક મહત્વની માહિતી એવી પણ મળી છે કે સરકાર EPFO સાથે જોડાવા માટે જે લઘુતમ 20 કર્મચારીની સંખ્યા હોવી જોઈએ તેને પણ ઘટાડીને 10-15 કરવામાં આવી શકે છે.
વર્ષ 2014માં પરિવર્તન આવ્યું હતું
કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે વર્ષ 2014માં બદલવામાં આવી હતી. તે સમયે મૂળ પગાર માત્ર 6500 રૂપિયા હતો. જે બાદ તેને વધારીને 15000 રૂપિયા કરવામાં આવી હતી. દસ વર્ષ પછી પણ કોઈ ફેરફાર થયો નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મીડિયા અહેવાલો પ્રમાણે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તમામ પડતર કેસોની સમીક્ષા કરી રહ્યા છે અને સરકાર પણ માને છે કે કર્મચારી ભવિષ્ય નિધિ માટે લઘુત્તમ વેતન મર્યાદા સાથે EPFમાં જોડાવાની સંખ્યાની મર્યાદામાં વધારો કરવો જરૂરી છે.
આ રીતે સમજો
તમને જણાવી દઈએ કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંનેએ બેઝિક સેલરીના 12 ટકા EPFમાં ફાળો આપવો પડે છે. કર્મચારીના EPFના 12 ટકા તેના ખાતામાં જમા થાય છે.
જ્યારે એમ્પ્લોયર તરફથી આવતો 8.33 ટકા હિસ્સો EPS ખાતામાં જાય છે. આ ઉપરાંત 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે. જો લઘુત્તમ પગાર મર્યાદામાં વધારો થાય છે તો EPSમાં જમા રકમ તે મુજબ બમણી થશે.