હાલ રાજયના વાતાવરણમાં વારંવાર ફેરફાર થઇ રહ્યો છે. જેના કારણે ખેડુતોની ચિંતામાં વઘારો થઇ રહયો છે. આ સાથે ખેડુતોના પાક ઉપર પણ ઋતુમાં થતા ફેરફારની અસર જોવા મળી રહી છે. શિયાળાની શરુઆત થઇ ગઇ છે. કડકડતી ઠંડી શરુ થાય તે પહેલા રાજ્યામાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી રહી છે. તારીખ 24 થી 27 નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.
છેલ્લા 4 વર્ષમા જોઈએ તો સૌથી વધુ તીવ્રતા વાળુ માવઠુ
છેલ્લા 4 વર્ષમા જોઈએ તો સૌથી વધુ તીવ્રતા વાળુ માવઠુ હશે. 25 થી 27 નવેમ્બર સુધી જોવા મળશે. માવઠામાં સામાન્ય વરસાદ થતો હોય છે. પરંતુ 25થી 27 નવેમ્બરના માવઠામાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ થવાનુ અનુમાન છે. થંડર સ્ટોમ એક્ટિવિટી જોવા મળશે. જેના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે.
24 થી 27 તારીખ માં ભારે વરસાદ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ગુજરાતના હવામાન માં પલટો આવશે અને તારીખ 24 થી 27 નવેમ્બર સુધી કમોસમી વરસાદની શકયતા રહેલી છે. રાજયના અનેક વિસ્તારમાં માવઠું થવાની સંભાવના છે.
અમુક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે બેથી ત્રણ ઈંચ સુધી વરસાદની શક્યતા રહેલી છે. ઉતર ભારત પરથી વારા ફરતી એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં ઈશાનના ચોમાસા ની શરુઆત થવા મડી છે અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે જેના કારણે હવામાન માં અસ્થિરતા જોવા મળશે.
3 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા
24 નવેમ્બર થી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. 24 થી 27 નવેમ્બર સુધીમાં માવઠુ થવાની શક્યતા છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાની વધુ અસર જોવા મળશે અને 2 ઈંચ સુધીનો વરસાદ થવાનુ અનુમાન છે. એક થી બે વિસ્તારોમાં 3 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે.
સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, પોરબંદર સામાન્ય વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ કમોસમી વરસાદ થશે. અને મધ્ય ગુજરાત આણંદ, નડીયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથો સાથ 2 ઈંચ અથવા તેથી વધારે વરસાદ થવાનુ અનુમાન છે.
દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં વરસાદની શકયતા
weather forecast paresh goswami : દક્ષિણ ગુજરાતમાં પણ 25થી 27 નવેમ્બરના રોજ માવઠું થશે. રાજપીપળા, ગોધરા, દાહોદમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે. ઉતર ગુજરાત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય વરસાદનુ અનુમાન છે.