રાશન લેવા રેશન કાર્ડની જરૂર નહીં પડે! રેશન કાર્ડ ધારકોએ બસ કરવું પડશે આ કામ…

WhatsApp Group Join Now

ઘણીવાર તમારી સાથે પણ એવું થતું હશે કે તમે અનાજ લેવા જાવ અને રેશન કાર્ડ ઘરે ભૂલી ગયા હોય. હવે લાંબી લાઇન છોડીને ઘરે પાછું રેશન કાર્ડ લેવા જવું અઘરું અને કંટાળાજનક બની જાય છે. એવામાં એક સરળ કામ એ છે કે તમે Mera Ration 2.0 એપ ઇન્સ્ટોલ કરીને વગર રેશન કાર્ડે અનાજ મેળવી શકશો.

આ પ્રોસેસ કરો ફોલો

આ માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં મેરા રાશન 2.0 એપ ( Mera Ration 2.0) ઇન્સ્ટોલ કરો. તમને તે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર મળી જશે.

એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેને ઓપન કરી તેમાં તમારો આધાર નંબર દાખલ કરો, આધાર નંબર દાખલ કર્યા પછી OTP સાથે લોગિન પર ક્લિક કરો. OTP વડે લોગ ઈન કર્યા બાદ તમારું રેશન કાર્ડ તમારી સામે ખુલશે. હવે તમે ફિઝિકલ રેશન કાર્ડ વગર બતાવીને અનાજ લઈ શકશો.

ઓનલાઈન રેશન કાર્ડ માટે પ્રોસેસ

રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમે જે રાજ્યમાં રહો છો તેના સરકારી પોર્ટલ www. nfsa.up.gov.in પર જાઓ. અહીં તમને રેશન કાર્ડ બનાવવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો અને તમારું નામ, સરનામું જેવી જરૂરી વિગતો ભરો.

તમારા બધા દસ્તાવેજો અહીં અપલોડ કરો. જેમાં આધાર કાર્ડ, મતદાર આઈડી, વીજળી બિલનો સમાવેશ થાય છે. અરજી ફી ચૂકવો. આ ચાર્જ દરેક રાજ્યમાં અલગ હોય શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આખું ફોર્મ ધ્યાનથી વાંચો અને સબમિટ કરો. અરજી સબમિટ કર્યા પછી, તમારી પાત્રતાની સમીક્ષા કરવામાં આવશે. જો તમે એલિજેબલ છો તો તમારું રેશનકાર્ડ થોડા દિવસોમાં બની જશે.

કોણ મેળવી શકે છે રેશન કાર્ડ?

રેશન કાર્ડ માટે અરજદાર ભારતીય નાગરિક હોવો જરૂરી છે. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પરિવારમાં કોઈ સભ્યને સરકારી નોકરી ન હોવી જોઈએ. પરિવારના કોઈપણ સભ્યનો પગાર 5 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ.

આ સિવાય તમારા ઘરમાં ફોર વ્હીલર ન હોવું જોઈએ. પરિવારના કોઈપણ સભ્યનો માસિક પગાર 10,000 રૂપિયાથી વધુ ન હોવો જોઈએ. અરજદારનો પરિવાર સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી નબળું હોવું જોઈએ.

WhatsApp Group Join Now

Leave a Comment