રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્મોલ ફાઈનાન્સ બેંકોને UPI મારફતે પૂર્વ-મંજૂર લોન ઈશ્યુ કરવાની મંજૂરી આપી છે.
UPI એ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા મોબાઇલ ફોન દ્વારા વ્યવહારો માટે વિકસાવવામાં આવ્યું છે. તે ઇન્સ્ટન્ટ અને રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે વ્યવહારોને સરળ અને ઝડપી બનાવે છે.
સપ્ટેમ્બર 2023માં UPIનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો, જે અંતર્ગત UPI દ્વારા પૂર્વ-મંજૂર લોન ઉમેરવામાં આવી હતી.

અત્યાર સુધી, વાણિજ્યિક બેંકોને ‘ફંડિંગ’ એકાઉન્ટ તરીકે UPIનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી હતી, જ્યારે પેમેન્ટ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને તેમાંથી બહાર રાખવામાં આવી હતી. પરંતુ શુક્રવારે SBIએ સ્મોલ ફાઇનાન્સ બેંકોને પણ તેમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.
ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે
આની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે યુપીઆઈ પર પૂર્વ-મંજૂર લોન દ્વારા નવા લોન ગ્રાહકોને ઓછા સમયમાં અને ઓછા ખર્ચે લોન આપવાની ક્ષમતા છે.
તેમણે એમ પણ કહ્યું કે સ્મોલ ફાઇનાન્સ બેંકો અંતિમ ઉપભોક્તા સુધી પહોંચવા માટે ઉચ્ચ ટેક્નોલોજી અને ઓછી કિંમતના મોડલનો આશરો લે છે, જે UPI દ્વારા લોન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા ગવર્નરે જણાવ્યું હતું કે, “સ્મોલ ફાઇનાન્સ બેંકોને UPI દ્વારા પૂર્વ-મંજૂર લોન આપવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે અને તેના માટે જરૂરી માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.”
આ સાથે, રિઝર્વ બેંક તેના નિર્ણયોની પારદર્શિતા વધારવા અને જાગરૂકતા સંદેશાઓનો વ્યાપક પ્રસાર કરવા પરંપરાગત અને નવી સંચાર તકનીકોનો ઉપયોગ કરી રહી છે.
પોડકાસ્ટ શરૂ કરવાની દરખાસ્ત
આરબીઆઈએ છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા સહિત તેની જનજાગૃતિ પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તાર્યો છે.
દાસે કહ્યું કે આ પ્રયાસને ચાલુ રાખવા માટે, રિઝર્વ બેંક સામાન્ય લોકોમાં રસની માહિતીના વ્યાપક પ્રસાર માટે ‘પોડકાસ્ટ’ શરૂ કરવાની દરખાસ્ત કરે છે. આ સાથે, લોકો નાણાકીય માહિતી સરળતાથી અને રસપ્રદ રીતે સમજી શકશે.