વિમેન્સ પ્રીમિયર લીગ 2025 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે, ફાઈનલ મેચ 15 માર્ચે રમાશે. આ સમયગાળા દરમિયાન, પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે. જેની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચથી થશે.
પરંતુ આ લીગ શરૂ થાય તે પહેલા જ RCBને મોટો ઝટકો લાગ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમી એક સ્ટાર ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, આ ખેલાડી વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સિઝનમાં નહીં રમે.
આ સ્ટાર ખેલાડી WPL 2025માંથી બહાર
વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિનિયર ઓલરાઉન્ડર સોફી ડિવાઈન ભાગ નહીં લે, કારણ કે તેણે ઘરેલુ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.

સોફી ડિવાઈને છેલ્લી સિઝનમાં RCBની ટાઈટલ જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આવી સ્થિતિમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ તેને હરાજી પહેલા રિટેન કરી હતી. પરંતુ હવે તેણે ન રમવાનો નિર્ણય લીધો છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોફી ડિવાઈને પ્રોફેશનલ સલાહ લીધા બાદ ઘરેલુ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, તે ન્યુઝીલેન્ડમાં યોજાનારી સુપર સ્મેશ ટૂર્નામેન્ટમાં પણ નહીં રમે.
ન્યુઝીલેન્ડના મહિલા હાઈ પરફોર્મન્સ ડેવલોપમેન્ટના વડા, લિઝ ગ્રીને કહ્યું, ‘ખેલાડીઓની સુખાકારી અમારા માટે સર્વોપરી છે, તે અન્ય કોઈપણ વસ્તુ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સોફીને ન્યુઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિએશન અને હાઈ પર્ફોર્મન્સ યુનિટ સ્ટાફ તરફથી સમર્થન મળ્યું છે, અને દરેક જણ સંમત થાય છે કે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સોફીને સારો બ્રેક, સપોર્ટ અને સંભાળ મળે અને પ્રોફેશનલ ક્રિકેટમાં પાછા ફરતા પહેલા તે સંપૂર્ણપણે ફિટ અને સ્વસ્થ હોય.’
RCB માટે મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક
સિનિયર ઓલરાઉન્ડર સોફી ડિવાઈને વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અત્યાર સુધીમાં 18 મેચ રમી છે. આ દરમિયાન, તેણે 23.64ની એવરેજથી 402 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 99 રન છે, જે આ લીગમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર પણ છે. આ સિવાય તેણે બોલિંગમાં 9 વિકેટ પણ લીધી છે.