ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે.
આ ભરતી અંતર્ગત શિક્ષણ વિભાગ અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ -2ની ભરતી થવાની છે. આ પોસ્ટની કુલ 40 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી |
જગ્યા | 40 |
વિભાગ | શિક્ષણ વિભગ |
વર્ગ | વર્ગ-2 અધિકારી |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 42 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 18 |
આર્થિક રીતે નબળા વર્ગો | 4 |
સા.અને શૈ.પ.વર્ગ | 10 |
અનુ.જાતિ | 2 |
અનુ.જનજાતિ | 6 |
કુલ | 40 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-2 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારે 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
- અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹44,900થી ₹1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે
નોટિફિકેશન
GPSC-Taluka-Primary-Education-Officer-Class-2-bhartiDownload
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.