પત્ની સાથે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે પતિએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. આમ તો પોતાના પાર્ટનર સાથે બધી જ વાત શેર કરવી જોઈએ કોઈ જ વાત છુપાવવી નહીં પરંતુ પુરુષોના જીવનની 6 એવી વાતો હોય છે જેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. આ વાતો પોતાના પાર્ટનર સાથે શેર કરવાથી જીવનમાં સમસ્યા થઈ શકે છે.
આ વાતો જો પત્ની ને ખબર પડી જાય તો તેમની વચ્ચે ઝઘડા વધી જાય છે અને સંબંધમાં દરાર પણ આવી શકે છે આજે તમને છ એવી વાતો વિશે જણાવીએ જેને પત્ની સાથે શેર કરવાની ભૂલ કરવી નહીં.

પત્નીને ક્યારેય કહેવી નહીં આ 6 વાતો
એક્સ ગર્લફ્રેન્ડ
પત્ની સામે ક્યારે જુના સંબંધો કે એક્સ ગર્લફ્રેન્ડની ચર્ચાઓ કરવી નહીં. પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિશે પત્ની સાથે વાત કરવાથી લડાઈ ઝઘડા નું કારણ બની શકે છે. ત્યાર પછી જ્યારે કોઈ સામાન્ય વાતમાં ઝઘડો થાય તો પણ પત્ની પોતાની સરખામણી એક્સ સાથે કરવા લાગે છે જે સંબંધો માટે સારું નથી.
પત્નીના રંગ, રૂપ અને વજન પર ટિપ્પણી
ક્યારેય પત્નીના રુપ, રંગ કે તેના વજનને લઈને નેગેટિવ કોમેન્ટ કરવી નહીં. પત્નીને આ અંગે કોઈપણ પ્રકારની ખરાબ વાતો પણ કરવી નહીં. તેનાથી સેલ્ફ રિસ્પેક્ટ અને કોન્ફિડન્સ ઘટી જાય છે અને ધીરે ધીરે સંબંધોમાં પણ દુરી આવવા લાગે છે. જો પત્નીના વજનને લઈને ચિંતા થતી હોય તો તેને એવી રીતે કહો કે જે ખરાબ ન લાગે.
પિયર પક્ષની ખરાબ વાતો
ક્યારે પોતાની પત્નીના પરિવારની કે માતા-પિતાની સરખામણી અન્ય સાથે કરવી નહીં. પત્નીના માતા પિતા વિશે ખરાબ શબ્દો પણ કહેવા નહીં અને તેમના વર્તનને લઈને પણ નકારાત્મક વાતો કરવી નહીં. આમ કરવાથી પત્નીની ફીલિંગ હર્ટ થઈ શકે છે અને ઘરમાં પણ સમસ્યા થશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
યોગ્યતા પર પ્રશ્ન
પત્નીને ક્યારેય કહેવું નહીં કે તે તમારી યોગ્ય નથી અથવા તો તેનામાં અનેક ખામી છે. કોઈપણ વ્યક્તિ પરફેક્ટ હોતી નથી. જો તમે પત્નીને લઈને આવી નકારાત્મક ટિપ્પણીઓ કરશો તો સંબંધ ધીરેધીરે ખરાબ થવા લાગશે. પત્ની પણ પતિની ખામીઓ સ્વીકારતી હોય છે તે રીતે પતિએ પણ સ્વીકારવી જોઈએ. તેને લઈને ટીકા કરવી નહીં.
બીજી મહિલાના વખાણ
કોઈપણ પત્નીએ સહન કરી શકતી નથી કે તેનો પતિ અન્ય સ્ત્રીના વખાણ કરે કે તેના પ્રત્યે આકર્ષણ અનુભવે. તેથી જો તમને કોઈ સારું પણ લાગે તો તેના એટલા બધા વખાણ પત્નીની સામે ન કરો કે તે તમારા સંબંધ માટે હાનિકારક બની જાય. જો સંબંધમાં પ્રેમ અને ખુશાલી જાળવી રાખવી હોય તો બીજી મહિલાના વખાણ પત્નીની સામે ક્યારેય કરવા નહીં.










