આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા દિગ્ગજ ખેલાડીઓ ફરી એકવાર આમને-સામને થશે. લાંબા સમયથી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ક્રિકેટની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે.
આ ટુર્નામેન્ટ 22મી ફેબ્રુઆરીથી શરૂ થશે. તેમાં છ ટીમો ભાગ લેશે – ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ. ફાઈનલ 16 માર્ચ 2025ના રોજ રમાશે.

22 ફેબ્રુઆરી, 2025 ના રોજ નિર્ધારિત ઉદ્ઘાટન મેચ એશિયન દિગ્ગજો વચ્ચે રમાશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શ્રીલંકાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક કુમાર સંગાકારાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ મેચ નવી મુંબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો વચ્ચે સેમીફાઈનલ રમાશે.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું સંપૂર્ણ સમયપત્રક:-
સચિન તેંડુલકરે ઉત્સાહ દર્શાવ્યો હતો.
સચિન તેંડુલકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, IML ક્રિકેટના અનોખા અને કાયમી વારસાની ઉજવણી હશે. હું એવી લીગમાં મારા સમકાલીન ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છું જે તીવ્ર અને સ્પર્ધાત્મક હશે, જેમાં તમામ ટીમો સખત મહેનત કરશે.
ટીમના કેપ્ટન-
ભારત: સચિન તેંડુલકર
વેસ્ટ ઈન્ડિઝ: બ્રાયન લારા
શ્રીલંકા: કુમાર સંગાકારા
ઓસ્ટ્રેલિયા: શેન વોટસન
ઈંગ્લેન્ડ: ઈયોન મોર્ગન
દક્ષિણ આફ્રિકા: જોન્ટી રોડ્સ
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તમે અહીં લાઈવ પ્રસારણ જોઈ શકો છો.
આ ટુર્નામેન્ટ ભારતના બે શહેરોમાં યોજાશે. પાંચ મેચ નવી મુંબઈમાં રમાશે, જ્યારે સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત કુલ 13 મેચ રાજકોટમાં રમાશે.
તેનું લાઇવ સ્ટ્રીમિંગ JioStarના Disney+ Hotstar પર તેમજ કલર્સ સિનેપ્લેક્સ (SD અને HD) અને કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓ સાંજે 7:30 કલાકે મેચનો આનંદ માણી શકશે.