બેંક સંબંધિત પર્સનલ લોન, હોમ લોન અને કાર લોનમાં વધારો થશે. કારણ કે લોનનો વ્યાજ દર એક વર્ષના MCLR દર દ્વારા નક્કી કરવામાં આવે છે.
દેશની અગ્રણી જાહેર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે ગુરુવારે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 0.05 ટકાના વધારાની જાહેરાત કરી હતી.
બેંકની વેબસાઈટ મુજબ શુક્રવારથી એક વર્ષનો MCLR 0.05 ટકા વધારીને નવ ટકા કરવામાં આવ્યો છે. તેની અસર એ થશે કે બેંક સંબંધિત પર્સનલ લોન, હોમ લોન અને કાર લોન વધશે.
કારણ કે લોનનો વ્યાજ દર એક વર્ષના MCLR દર દ્વારા નક્કી કરવામાં આવે છે. બેંકે તાજેતરમાં MCLRમાં બે વખત વધારો કર્યો છે.
લોન ફંડના 42 ટકા MCLR સાથે જોડાયેલા છે.
બેંકના ચેરમેન સી એસ શેટ્ટીએ કહ્યું કે બેંકના લોન ફંડના 42 ટકા MCLR સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના એક્સટર્નલ બેન્ચમાર્ક પર આધારિત છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બેંકિંગ સિસ્ટમમાં થાપણ દર તેમના ઉચ્ચતમ સ્તરે છે. SBIએ પણ ત્રણ અને છ મહિનાના MCLRમાં વધારો કર્યો છે.
જ્યારે એક દિવસ, એક મહિનો, બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે MCLR જાળવવામાં આવ્યો છે.