આ 5 પ્રવાહીનું સેવન કરશો તો, પેટની ગંદકી સાફ થઈ જશે અને કબજિયાતની તકલીફ દૂર થશે…

WhatsApp Group Join Now

ખોટી ખાણી-પીણીના કારણે આજકાલ મોટાભાગના લોકોનું પેટ સાફ રહેતુ નથી. તેનાથી કબજિયાતની ફરિયાદ રહે છે. આ વાત ઘણા રિસર્ચમાં સામે આવી ચૂકી છે કે જો પેટ સાફ રહેતુ નથી તો તેનાથી આંતરડાની લાઈનિંગ પર પ્રેશર વધે છે.

આંતરડાની લાઈનિંગનો સીધો સંબંધ મગજના નર્વ સાથે જોડાયેલો છે એટલે કે જો તમારા આંતરડા યોગ્ય ન રહે તો તમારુ મન આ કારણે બેચેન રહે છે. તમારુ બૌદ્ધિક કાર્ય તેનાથી પ્રભાવિત થઈ શકે છે. તેથી આંતરડાની સ્વચ્છતા ખૂબ જરૂરી છે પરંતુ તે માટે દવા કરતા અમુક નેચરલ ડ્રિન્ક્સ કામ કરશે.

આંતરડાની સ્વચ્છતા માટે નેચરલ ડ્રિન્ક્સ

1. પૂરતુ પાણી

પેટ હંમેશા સાફ રહે તે માટે જરૂરી છે કે નિયમિતરીતે દરરોજ પાણીનું પૂરતુ સેવન કરો. જો તમે પાણી વધુ નહીં પી શકતા તો જે ફૂડમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેનું સેવન વધુ કરો. આ માટે ટામેટા, તરબૂચ, સલાડવાળા પાંદડા, લેટ્યૂસ વગેરેનું સેવન વધુ કરો.

2. સોલ્ટવોટર ફ્લશ

જો પેટમાં ગડબડ રહે કે કબજિયાત રહે તો અમુક દિવસ હૂંફાળા પાણીમાં મીઠુ મિક્સ કરીને સવારે ખાલી પેટ તેને પી જાવ. તેનાથી બે વસ્તુઓમાં ફાયદો મળશે. એક તો ગળામાં ઈન્ફેક્શનથી સંબંધિત મુશ્કેલી દૂર રહેશે. બીજુ તેનાથી પેટની ગંદકી પણ નીકળી જશે. સવારમાં તેને પીવાથી ખૂબ ટૂંક સમયમાં પેટની ગંદકી બહાર નીકળી જશે. તેનાથી કોન્સ્ટિપેશનની સમસ્યા પણ દૂર થશે.

3. સફરજન જ્યૂસ

પેટને સાફ રાખવા માટે ફાઈબરવાળી નેચરલ વસ્તુઓનું સેવન ખૂબ લાભદાયી સાબિત થાય છે. તેથી જ્યારે પેટમાં વધુ ગંદકી જમા થઈ જાય તો તમે સફરજનનું જ્યૂસ પી શકો છો પરંતુ સફરજનની છાલ ન ઉતારો. સફરજનનો જ્યૂસ બનાવો. તેનાથી પેટના ખૂણે-ખૂણાની ગંદકી સાફ થઈ જશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
4. ગાજર અને બીટનો જ્યૂસ

પેટને સાફ કરવા માટે ગાજર અને બીટનો જ્યૂસ ખૂબ લાભદાયી છે. ગાજર અને બીટ બંનેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. તેનું અમુક દિવસ ખાલી પેટ સેવન કરો. ખૂબ ટૂંક સમયમાં તમારા પેટની ગંદકી સાફ થઈ જશે.

5. વેજિટેબલ જ્યૂસ

પેટ સાફ કરવા માટે તમે વેજિટેબલ જ્યૂસ પી શકો છો. વેજિટેબલ જ્યૂસમાં ફૂલાવર, બ્રોકલી, કોબીજ, દૂધી, પાલક, ટામેટા, ગાજર, કારેલા વગેરેને સામેલ કરી શકો છો. જોકે વેજિટેબલ જ્યૂસનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરો. દરરોજ તેનું સેવન ન કરો. અમુક લોકોને આ પેટમાં ગેસ વધારી શકે છે. જેથી જો શૂટ ન કરે તો તાત્કાલિક છોડી દો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment