ફૂટવેરનો બિઝનેસ શરૂ કરવા માટે તમને અંદાજિત 20×10 જેટલી જગ્યા ધરાવતી એક દુકાનની જરૂર પડશે. આ બિઝનેસ શરૂ કરવા માટે અંદાજે ₹50,000 થી ₹70,000 જેટલું રોકાણ કરવું પડે છે, જેમાં દુકાન ભાડું અથવા સેટઅપ, સ્ટોક ખરીદી, ફર્નિચર અને લાઈટિંગના ખર્ચનો સમાવેશ થાય છે.

વેચાણ પર નજર નાખીએ તો તમે રોજના ₹1,500 થી ₹2,500 જેટલા તમે કમાઈ શકો છો, જેમાંથી ₹500 થી ₹1,000 જેટલો ચોખ્ખો નફો તમને મળી આવે છે. સરળ રીતે જોઈએ તો, તમે મહિને ₹15,000 થી ₹30,000 સુધીની કમાણી કરી શકો છો.
દસ્તાવેજની વાત કરીએ તો, આ બિઝનેસ માટે શોપ લાયસન્સ, જો આવક વધારે થાય તો GST રજીસ્ટ્રેશન, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજની જરૂર પડશે. આ સાથે જ સાધનોમાં રેક, શેલ્ફ, કાઉન્ટર, પેકિંગ સામગ્રી તથા બિલિંગ માટે POS મશીન અથવા બિલબુકની જરૂર પડશે.
માર્કેટિંગ માટે પેમ્ફલેટ વિતરણ, વોટ્સએપ સ્ટેટસ અને ગ્રુપમાં પ્રોડક્ટ શેરિંગ તેમજ ઈન્સ્ટાગ્રામ-ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેજ બનાવીને બિઝનેસનું પ્રમોશન કરી શકો છો. તમે ઓછી કિંમતમાં આકર્ષક ઓફર્સ આપીને ગ્રાહકોને તમારી તરફ ખેંચી શકો છો.
હોલસેલ માલ માટે તમે અમદાવાદમાં મણિનગર અને કાલુપુરના ડીલર્સનો તેમજ સુરતના ટેક્સટાઈલ માર્કેટ નજીકના હોલસેલ વેપારીઓનો સંપર્ક કરી શકો છો. જો તમે તમારી પોતાની બ્રાન્ડ ઊભી કરવા માંગો છો, તો સુરત અને રાજકોટ જેવા શહેરોમાં નાના મેન્યુફેક્ચર સાથે ટાઈ-અપ કરી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ફૂટવેર બિઝનેસ ઓછા રોકાણમાં શરૂ થઈ શકે તેવો અને સતત આવક થાય તેવો ઉમદા વિકલ્પ છે. જો તમે યોગ્ય આયોજન અને ઈમાનદારીથી આ વ્યવસાય શરૂ કરો છો, તો તમે સ્થિર અને સારી આવક મેળવી શકો છો.