શરીરના અલગ અલગ અંગોમાં પથરી થઈ શકે છે. મોટાભાગે પથરી કિડનીમાં થતી હોય છે. કિડની સ્ટોનથી અનેક લોકો પરેશાન હોય છે. કિડની સ્ટોનને દવા અને યોગ્ય ડાયટની મદદથી શરીરમાંથી બહાર કાઢી શકાય છે.
જો સમય રહેતા કિડની સ્ટોનની સમસ્યા પણ ધ્યાન આપવામાં આવે તો સર્જરી કરાવવી પડતી નથી. પથરીને સર્જરી વિના જ શરીરમાંથી બહાર કાઢી શકાય છે.

કિડની સ્ટોન હોય તો ડોક્ટર દ્વારા આપેલી દવાની સાથે આ લીલા પાનની મદદ લઈ શકાય છે. આ લીલું પાન ખાવાથી પથરી તૂટીને કુદરતી રીતે બહાર નીકળી શકે છે.
પથ્થર ચટ્ટાના પાન
પથ્થર ચટ્ટાના પાન કિડની સ્ટોન માટે પાવરફુલ જડીબુટ્ટી છે. પથ્થર ચટ્ટાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં આ છોડને પાષાણભેદ અને ભસ્મપથરી નામથી પણ ઓળખવામાં આવે છે.. આ પાન શરીરના વિષાક્ત પદાર્થોને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પથ્થર ચટ્ટાના પાનનું સેવન કરવાથી શરીરની કિડનીમાં થયેલી પથરી તૂટીને પેશાબ માટે બહાર નીકળી શકે છે. પથ્થર ચટ્ટાના પાનને સુકવીને તેમાં સુંઠ પાવડર મિક્સ કરી નિયમિત ગરમ પાણી સાથે તેનું સેવન કરવું. આ પાવડર પીવાથી પથરીના દુખાવામાં પણ આરામ મળે છે.
આ રીતે પાનનું કરો સેવન
પથ્થર ચટ્ટાના બે થી ત્રણ પાન સવારે ચાવીને ખાઈ લેવા. ત્યાર પછી હુંફાળું પાણી પી લેવું. આ સિવાય પથ્થર ચટ્ટાના પાનને વાટીને તેનો રસ કાઢીને પણ પી શકાય છે. આ રસમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી તેનું સેવન કરવું.
પથ્થર ચટ્ટાના પાનનું સેવન સવારે ખાલી પેટ કરવાથી વધારે ફાયદો થાય છે. માનવામાં આવે છે કે પથ્થર ચટ્ટાના પાન પથરીને તોડીને શરીરમાંથી કાઢવામાં મદદ કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.