× Special Offer View Offer

આજથી જ બંધ કરી દેજો આ ખોરાક! તમારી કિડનીને ધીમેધીમે સડાવી રહી છે આ વસ્તુઓ…

WhatsApp Group Join Now

કિડની આપણા શરીરનું અગત્યનું અંગ છે, જેના દ્વારા ઘણા જરૂરી કાર્યો થાય છે. કિડની બ્લડને ડિટોક્સ કરે છે, શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને પાણી તથા મિનરલ્સનું સંતુલન જાળવે છે. પણ ખોટી ખાણી-પાણીની આદતોના કારણે કિડની ધીરે-ધીરે ખરાબ થવા લાગે છે. ચાલો જાણીએ, કઈ વસ્તુઓ ખાવાથી કિડનીને નુકસાન થાય છે?

મીઠું

આપણે રોજ ખાવામાં મીઠાનો ઉપયોગ કરીએ છીએ. પણ તેમાં રહેલું સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે, જે કિડની માટે અત્યંત નુકસાનકારક છે. ખાસ કરીને જો તમે વધારે મીઠું ખાતા હોવ તો તે કિડનીના કામ કરવાની ક્ષમતા પર અસર કરે છે. તેથી વધારે મીઠાનું સેવન ટાળવું જોઈએ.

મીઠી વસ્તુઓ

જો તમને મીઠી વસ્તુઓ ખાવાનું ખુબ પસંદ હોય તો થોડી સાવધાની રાખો. કેમ કે સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, મીઠાઈઓ અને બેકરી પ્રોડક્ટ્સમાં રહેલી શુગર કિડની પર ખરાબ અસર કરે છે. લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલ વધુ રહે તો કિડની ખરાબ થઈ શકે છે.

વધારે પ્રમાણમાં પ્રોટીન

ઘણી વધારે માત્રામાં પ્રોટીન લેવું પણ કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે કિડનીએ પ્રોટીનમાંથી બનતા વેસ્ટ પદાર્થોને ફિલ્ટર કરવાના હોય છે. જેના કારણે કિડની પર વધુ દબાણ પડે છે અને કિડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ્સ

આજકાલ ઘણી બહોળી સંખ્યામાં લોકો પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ્સને રોજિંદા આહારમાં સામેલ કરતા હોય છે, જે કિડની માટે હાનિકારક છે. ખાસ કરીને ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પિઝ્ઝા, બર્ગર અને અન્ય પ્રોસેસ્ડ ખોરાકમાં સોડિયમ અને કેમિકલ્સ વધારે પ્રમાણમાં હોય છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કિડની ખરાબ થવાના પ્રારંભિક લક્ષણો

ખૂબ વધારે થાક લાગવો અને નબળાઈ અનુભવવી, પેશાબના રંગમાં ફેરફાર દેખાવો, ચહેરા અને પગની આસપાસ સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ભૂખ ન લાગવી, વગેરે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment