સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધારકો પણ હળવા પરિવહન વાહનો ચલાવી શકે છે. આવા લાયસન્સ ધારકો 7500 કિલોથી ઓછા વજનના પરિવહન વાહનો ચલાવી શકે છે.
સુપ્રીમ કોર્ટે ડ્રાઇવિંગ લાયસન્સ મુદ્દે સુનાવણી કરતા ફરી એકવાર ડ્રાઇવરોના પક્ષમાં ચુકાદો આપ્યો છે. એટલે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે તેનો 2017નો નિર્ણય યથાવત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધારકો પણ હળવા પરિવહન વાહનો ચલાવી શકે છે. આવા લાયસન્સ ધારકો 7500 કિલોથી ઓછા વજનના પરિવહન વાહનો ચલાવી શકે છે.
કોર્ટે કહ્યું કે LMV લાયસન્સ ધારકોએ માર્ગ અકસ્માતોમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે તે સૂચવવા માટે કોઈ ડેટા નથી.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
આ બેંચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બેન્ચે 21 ઓગસ્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વીમા કંપનીઓને આંચકો
સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય વીમા કંપનીઓ માટે મોટો ફટકો છે કારણ કે અગાઉ વીમા કંપનીઓ એવા કેસોમાં દાવાઓને નકારી કાઢતી હતી જ્યાં અકસ્માતોમાં એવા લોકો દ્વારા ચલાવવામાં આવતા વાહનો સામેલ હતા જેમની પાસે પરિવહન વાહન માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું.