શરીરમાંથી પરસેવો આવવો તે ખૂબ સ્વાભાવિક વાત છે. ભલે તે ગરમીને કારણે હોય કે વધુ પડતી શારીરિક પ્રવૃત્તિને કારણે. પરંતુ હવામાનની કોઈ અસર ન હોય કે કોઈ શારીરિક શ્રમ ન કર્યો હોય છતાં પરસવો આવે તો તેને સારો સંકેત માનવામાં નથી આવતો.
અમુક લોકોને રાત્રે સૂતી વખતે ખૂબ પરસવો આવતો હોય છે. શિયાળામાં પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. જેનાથી પથારી પણ પલળી જતી હોય છે.

જો તમારી સાથે પણ આવું થાય તો તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. આ કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. આવો જાણીએ કે સુતી વખતે પરસેવો અવવાથી કયા કારણ હોય શકે છે.
સુગર લેવલ
રાત્રે સૂતી વખતે વધુ પડતો પરસેવો આવવા પાછળ બ્લડ સુગરના લેવલમાં વધુ પડતો ઘટાડો એક મુખ્ય કારણ હોઈ શકે છે. આ સ્થિતિને હાઈપોગ્લાયકસીમિઆ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે કોઈ વ્યક્તિનું બ્લડ સુગર લેવલ ઘટી જાય છે, ત્યારે તે સ્થિતિમાં તેને રાત્રે સૂતી વખતે ખૂબ પરસેવો આવવા લાગે છે. આ સ્થિતિ ડાયાબિટીસ સાથે પણ સંકળાયેલી હોઈ શકે છે. જો તમે પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
હૃદય રોગન
જો તમને રાત્રે સૂતી વખતે અચાનક ખૂબ પરસેવો થવા લાગે અને ગભરાટ પણ થવા લાગે તો તમારે એકવાર તમારા હૃદયની તપાસ કરાવવી જોઈએ. જો તમને કોઈ પણ પ્રકારનો હૃદય રોગ છે તો તમને રાત્રે પરસેવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સિવાય આવા લક્ષણો સામાન્ય રીતે હાર્ટ એટેક આવે તે પહેલાં જ લોકોમાં જોવા મળે છે. જેથી તેને અવગણવાને બદલે તમારા હૃદયની તપાસ કરાવો.
થાઇરોઇડ
રાત્રે પરસેવો થવા માટે થાઇરોઇડ હોર્મોનમાં વધારો પણ જવાબદાર હોઈ શકે છે. થાઇરોઇડ ગ્રંથિ એક પ્રકારનું હોર્મોન ઉત્પન્ન કરે છે, જે આપણા શરીરના અનેક કાર્યોને કંટ્રોલ કરે છે. જેમાંનું એક કાર્ય શરીરનું તાપમાન કંટ્રોલ રાખવાનું છે.
જ્યારે થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન વધે છે ત્યારે શરીરનું તાપમાન પણ ઝડપથી વધે છે. એનાથી રાત્રે કંઈ કર્યા વગર પણ વધુ પડતો પરસેવો આવી શકે છે.
સ્ત્રીઓમાં મેનોપોઝ
સ્ત્રીઓમાં સૂતી વખતે પરસેવો આવવાનું કારણ મેનોપોઝ પણ હોઈ શકે છે. જ્યારે સ્ત્રીઓના માસિક ધર્મ વધતી ઉંમર સાથે બંધ થવાનું હોય છે ત્યારે તે સમય દરમિયાન તેમના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. જેનાથી તેમના શરીરનું તાપમાન અમુક વખત વધી જાય છે અને તેમને ખૂબ ગરમી લાગવા લાગે છે. જેથી તેમને રાત્રે સૂતી વખતે ખૂબ પરસેવો આવી શકે છે.
ઇન્ફેક્શન
જો તમારા શરીરમાં કોઈપણ ઇન્ફેક્શન હોય તો તમને સૂતી વખતે પરસેવાની સમસ્યા થઈ શકે છે. આપણા શરીરમાં કોઈપણ પ્રકારનો ઇન્ફેક્શન લાગે છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સક્રિય થઈ જાય છે અને તેની સામે લડવા માટે કામ કરવાનું શરૂ કરે છે. જેનાથી ક્યારેક વધુ પડતા પરસેવાની સમસ્યા પણ થાય છે. આ સામાન્ય રીતે તાવ, વાયરલ તાવ, ફ્લૂ વગેરેમાં જોવા મળે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.