લીવર અમારા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે. આ શરીરમાં ખરાબ પદાર્થોને બહાર નીકાળે છે. લીવરનું કામ લોહીને સાફ કરવાનું છે અને આ સિવાય ડાઈજેશનમાં મદદ કરે છે. તમારા શરીરનો આ ભાગ જ્યારે બરોબર કામ નથી કરતો, ત્યારે તે તમને કેટલાક સંકેતો આપે છે, જેને તમારે ક્યારેય ઈગ્નોર કરવું જોઈએ નહીં.
કોઈ પણ કારણ વગર જ્યારે વારં વાર ઉલ્ટી થવી
આમ તો ઘણી બીમારીઓમાં ઉલ્ટી થતી હોય છે, પરંતુ કોઈ પણ કારણ વગર જ્યારે વારંવાર ઉલ્ટી થાય તો આ લીવર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.

ભોજન સારી રીતે લેતા હોવા છતાં બરોબર ઊંઘ ન આવે અને હંમેશા શરીરમાં થાકનો અનુભવ થાય તો આ એ વાતનો સંકેત છે કે, તમારુ લીવર યોગ્ય રીતે કરી રહ્યું નથી.
પેટની ઉપર જમણી બાજુએ સતત દુખાવો રહે
જો તમને પેટના ઉપર જમણી બાજુમાં સતત દુખાવો રહેતો હોય અથવા પેટ ભારે રહેતું હોય, તો આ લીવર ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે. કોઈપણ કારણ વગર તમારા પગમાં સોજો રહેતો હોય, તો આ પણ લીવર ખરાબ હોવાનું લક્ષણ હોઈ શકે છે, જેને ક્યારેય ઈગ્નોર ન કરવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વારંવાર ખંજવાળ આવે તો પણ લીવર ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે
જો તમને કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય, તો આ લીવરને નુકસાનની નિશાની હોઈ શકે છે, કારણ કે આવી ખંજવાળ ત્વચામાં પિત્ત ક્ષારના સંચયને કારણે હોઈ શકે છે, જે લીવર રોગની નિશાની છે. જોકે, ખંજવાળ આવવાનો મતલબ હંમેશા લીવર રોગ હોય તેવો અર્થ નથી.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










