એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને આ સાથે જ સતત ગરમી વધી રહી છે. ગરમીની સાથે સાથે હિટવેવને લઇને પણ ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે. ઉનાળાની શરૂઆત થતાં જ એસી, કુલર અને પંખા જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ વધી જાય છે. જેથી તમે ગરમીથી રાહત મેળવીને આરામથી ઉંઘ લઈ શકો છો.
જો તમે પણ આ ઉનાળામાં એર કંડિશનર લેવાનું વિચારી રહ્યા છો પરંતુ તેને ક્યાં ફિટ કરવું તે અંગે ટેન્શનમાં છો, તો આજે અમે તમને મદદ કરીશું.

અમે તમને પોર્ટેબલ એસી વિશે જણાવીએ છીએ, જેને તમે માત્ર 2000 રૂપિયાના ઇએમઆઈ પર ખરીદી શકો છો. જાણો ક્રોમા 1.5 ટન પોર્ટેબલ એસીની કિંમત અને ફીચર્સ વિશે.
ક્રોમા 1.5 ટન પોર્ટેબલ એસી કિંમત
ક્રોમાના આ પોર્ટેબલ એસીને 42,990 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરો છો, તો તમે 10 ટકા (2000 રૂપિયા સુધી) ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશો.
આ એસીને દર મહિને 3680 રૂપિયાના નો કોસ્ટ ઈએમઆઈ પર ખરીદવાની પણ તક છે. જ્યારે સ્ટાન્ડર્ડ ઇએમઆઈ સાથે તમે આ એસીને દર મહિને 2024 રૂપિયામાં લઈ શકો છો.
ક્રોમા 1.5 ટન પોર્ટેબલ એસી ફિચર્સ
નામથી જ ખ્યાલ આવે છે કે ક્રોમાના આ પોર્ટેબલ એસીની ક્ષમતા 1.5 ટન છે. આ એર કંડિશનરમાં કોપર કન્ડેન્સર ઉપલબ્ધ છે. 1 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વોરંટી પણ છે. ખાસ વાત એ છે કે કંપની કોમ્પ્રેસર પર 5 વર્ષની વોરંટી આપી રહી છે. એટલે કે 5 વર્ષ સુધી કોઈ ખરાબી થશે તો કંપની કોમ્પ્રેસરને બદલીને નવું આપશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ક્રોમાના લિસ્ટિંગ પેજ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ પોર્ટેબલ એસી 120 સ્ક્વેર ફૂટ સુધીના રૂમને ઠંડુ કરી શકે છે. તેમાં 2300W પાવર કન્ઝમ્પશન, R410a રેફ્રિજન્ટ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટાટાની માલિકીની ક્રોમાનો દાવો છે કે તે 170 સ્ક્વેર ફૂટ સુધીના રૂમને ઝડપથી ઠંડુ કરે છે. ક્રોમાના આ પોર્ટેબલ એસીને સ્લીપ મોડ આપવામાં આવ્યું છે, જેની સાથે યૂઝર્સને ઓપ્ટિમલ કૂલિંગ સાથે સારી ઊંઘ આવે છે.
આ પોર્ટેબલ એર કંડીશનરમાં ટેમ્પરેચર સેન્સર પણ છે. 1.5 ટનની ક્ષમતા ધરાવતા આ એસીમાં સિંગલ રોટરી ફિક્સ્ડ સ્પીડ કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. એસીમાં એન્ટી ડસ્ટ ફિલ્ટર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એસીમાં ઓટો-રિસ્ટાર્ટ ફંક્શન પણ ઉપલબ્ધ છે.