જો તમે પણ તમારું પોતાનું ઘર ખરીદવા માંગો છો અને તેના માટે હોમ લોન શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. SBI એ હોમ લોન તેમજ પર્સનલ લોન લેનારાઓને મોટી રાહત આપી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વિવિધ લોન પર લાગુ EBLR અને રેપો લિંક્ડ ધિરાણ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેની MPC બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (bps) ઘટાડો કરીને 6.50% થી 6.25% કરવાનો નિર્ણય લીધા બાદ આ વાત સામે આવી છે. નવા દરો આજથી એટલે કે 15 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવ્યા છે.

ગયા અઠવાડિયે, RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ SBI એ હવે EBLR અને RLLRમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
જોકે, બેંકે માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણ દરો અને બેન્ચમાર્ક પ્રાઇમ ધિરાણ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI દ્વારા EBLRમાં ઘટાડાને કારણે હોમ લોન લેતા લોકોને મોટી રાહત મળશે. તેમનો EMI ઓછો થશે. ચાલો સમજીએ કે EBLR શું છે.
EBLR શું છે?
EBLR એટલે બાહ્ય બેન્ચમાર્ક ધિરાણ દર. SBI એ 01.10.2019 થી તેના ફ્લોટિંગ રેટ હોમ લોનને લિંક કરવા માટે રેપો રેટને બાહ્ય બેન્ચમાર્ક તરીકે અપનાવ્યો છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બધા ફ્લોટિંગ રેટ હોમ લોન વ્યાજ દરો બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલા છે. તેથી, EBLR દરમાં ઘટાડાનો લાભ સીધો હોમ લોન લેનારાઓને મળશે.
હવે દર શું છે?
EBLR માં 0.25% (25 બેસિસ પોઈન્ટ) ઘટાડો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે EBLR-લિંક્ડ લોન (જેમ કે હોમ લોન, પર્સનલ લોન અને અન્ય રિટેલ લોન) ના ઉધાર લેનારાઓને ઓછા વ્યાજ દરનો લાભ મળી શકે છે. અત્યાર સુધી EBLR 9.15% + CRP + BSP હતો. પરંતુ ૧૫ ફેબ્રુઆરી એટલે કે આજથી, તે ૮.૯૦% + CRP + BSP થઈ જશે.