જો તમે નોકરી કરો છો, તો આ ખબર તમારા માટે કામની છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) કર્મચારી જમા લિંક્ડ વીમા યોજનામાં ઘણા મહત્વના ફેરફાર કર્યા છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 237મી બેઠકમાં આ સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે.
શું છે ફેરફાર?
મંત્રાલયે કહ્યું કે, સીબીટીએ સર્વિસના એક વર્ષની અંદર મૃત્યુ માટે ન્યૂનતમ લાભની શરૂઆતને મંજૂરી આપી દીધી છે.મંત્રાલયે જણાવ્યું કે, આ કિસ્સામાં જ્યાં EPF સભ્યની એક વર્ષની નિરંતર સેવા પૂરી કર્યા વગર મૃત્યુ થઈ જાય છે, તો 50,000 રૂપિયાનો ન્યૂનતમ જીવન વીમા લાભ આપવામાં આવશે.

કન્ટ્રીબ્યૂશન વગર પણ ફાયદો
CBTએ તે સભ્યો માટે પણ બેનિફિટને મંજૂરી આપી દીધી છે, જેમની મૃત્યુ, આ સેવા દરમિયાન નોન-કોન્ટ્રીબ્યુશન સમયગાળા પછી થાય છે. આ પહેલા, આવા કિસ્સામાં EDLI લાભ આપવાની ના પાડી દેવામાં આવતી હતી, કારણ કે, તેમને સર્વિસથી બહાર માનવામાં આતા હતા.
હવે જો કોઈ કર્મચારી તેના છેલ્લા યોગદાનની પ્રાપ્તિના છ મહિનાની અંદર મૃત્યુ પામે છે, તો EDLI લાભ સ્વીકાર્ય રહેશે જો સભ્યનું નામ રોલમાંથી દૂર કરવામાં આવ્યું ન હોય. આ સુધારાથી દર વર્ષે આવા મૃત્યુના 14,000થી વધુ કેસોને ફાયદો થવાનો અંદાજ છે.
નોકરીમાં ગેપ હોવા પર પણ રાહત
સીબીટીએ યોજના હેઠળ સેવા સતત રાખવા અંગેના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. અગાઉ, બે સંસ્થાઓમાં નોકરી વચ્ચે એક કે બે દિવસનો અંતર (જેમ કે સપ્તાહાંત કે રજાઓ) હોય ત્યારે, ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 7 લાખ રૂપિયાના ઈડીએલઆઈ લાભથી વંચિત કરવામાં આવતું હતું, કારણ કે એક વર્ષની સતત સેવાની શરત પૂરી થતી ન હતી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નવા સુધારાઓ હેઠળ, હવે બે નોકરીઓ વચ્ચે બે મહિના સુધીના અંતરને સતત સેવા માનવામાં આવશે, જેનાથી ઈડીએલઆઈ લાભ માટે પાત્રતા સુનિશ્ચિત થશે. આ બદલાવથી દર વર્ષે સેવા દરમિયાન મૃત્યુના 1,000 થી વધુ કેસોમાં લાભ મળવાની અપેક્ષા છે.
આ સાથે જ અંદાજ છે કે આ સુધારાઓના પરિણામે દર વર્ષે સેવા દરમિયાન મૃત્યુના 20,000 થી વધુ કેસોમાં ઈડીએલઆઈ હેઠળ વધુ લાભ મળશે.










