હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીની પૂજા રવિવાર સિવાય રોજ કરવામાં આવે છે. રોજ સવારે તુલસીમાં જળ અર્પણ કરીને તેનું પૂજન કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને જે ભોગ ધરાવવામાં આવે છે તેમાં પણ તુલસી ઉમેરવામાં આવે છે. કહેવાય છે કે તુલસી ઉમેર્યા પછી જ ભગવાન ભોગ ગ્રહણ કરે છે.ન ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં નકારાત્મક ઊર્જા આવતી નથી.

તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. તુલસી સંબંધિત કેટલાક ઉપાયો પણ પ્રચલિત છે જે જીવનમાં ખુશહાલી લાવે છે અને મનોકામના પણ પૂર્ણ કરી શકે છે.
માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ રાખી નિયમિત તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ દિવસ રાત વધતી રહે છે. આજે તમને તુલસી સંબંધીત એવા કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને શાસ્ત્રોમાં અચૂક ગણવામાં આવ્યા છે. કહેવાય છે કે આ ઉપાય જો ફરી જાય તો વ્યક્તિનું ભાગ્ય પલટી જાય છે.
તુલસીના અચૂક ઉપાય
1. સારી એવી કમાણી થતી હોય તેમ છતાં ઘરમાં પૈસા ટકતા ન હોય તો તુલસીની પૂજા કરીને તુલસીનું એક પાન તોડી લેવું. આ પાન અને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખી પછી પોતાના પર્સમાં રાખવું. આ ઉપાય કરવાથી અનાવશ્યક ધનનો વ્યય અટકી જાય છે.
2. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરવું હોય તો પુષ્ય નક્ષત્ર હોય ત્યારે તુલસીની પૂજા કરી તેના મૂળનો એક ટુકડો તોડવો. આ ટુકડાને પીળા કપડામાં લપેટીને જમણા હાથ પર બાંધી લો. આ ઉપાય પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જ કરવાનો હોય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
3. તુલસીના પાન પણ પાવરફુલ હોય છે તેનું એક પાન પણ ધન આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે. માં લક્ષ્મીના મંત્રોનો જાપ કરીને તુલસીના પાનને અભિમંત્રિત કરી ઘરની તિજોરીમાં રાખી દો. તેનાથી ઘરમાં ધન વૃદ્ધિ થતી રહેશે.
4. વેપારમાં નુકસાન જતું હોય તો તુલસીના પાન લઈને તેને સફેદ અથવા તો લાલ કપડામાં બાંધી દુકાને કે ઓફિસના મુખ્ય દરવાજા પર બાંધી દો.
5. જો કોઈ સ્ત્રીના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ હોય તો તેને દૂર કરવા માટે રોજ સવારે તુલસીને જળ અર્પણ કરી તેની પૂજા કરો અને તુલસીને શૃંગારનો સામાન ચડાવો. ત્યાર પછી સાંજે તુલસી પાસે દેશી ઘીનો દીવો કરો.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.