× Special Offer View Offer

AC Remote Power: એસીના રિમોટમાં છુપાયેલું છે વીજળી બચાવનાર બટન, 90% લોકો નથી જાણતાં આ માહિતી…

WhatsApp Group Join Now

AC remote power: જ્યારે આપણે એસી ખરીદીએ છીએ, ત્યારે આપણે તેના કૂલિંગ, સ્ટાર રેટિંગ અને બ્રાન્ડ પર ઘણું ધ્યાન આપીએ છીએ. પરંતુ એક વસ્તુ જે સૌથી વધુ અવગણવામાં આવે છે તે છે એસી રિમોટ.

જ્યારે એસીના તમામ સ્માર્ટ ફીચર્સ તેના દ્વારા નિયંત્રિત થાય છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે, એક નાનું બટન તમારા વીજળી બિલને અડધું ઘટાડી શકે છે?

આ ખાસ બટન કયો છે?

આ બટન દરેક એસી બ્રાંડમાં અલગ નામથી ઓળખાય છે. જેમ કે LG માં તેને “4 in 1” અને Daikin માં “Econo Mode” કહે છે. આ બટન એ કંપ્રેસર કંટ્રોલ માટે હોય છે, જે તમારી વીજળીની ખપત ઘટાડવામાં મદદ કરે છે.

કેવી રીતે કામ કરે છે આ બટન?

આ બટન ઇન્વર્ટર ACsમાં હોય છે અને સીધો સંબંધ કંપ્રેસરની પાવર સાથે છે. કંપ્રેસર એ એસીનો સૌથી વધારે વીજળી વાપરતો ભાગ છે. આ બટન કંપ્રેસરની પાવર 100% ની બદલે 80%, 60%, અથવા 40% પર સેટ કરી શકે છે, જેથી વીજળીનું વપરાશ ઓછું થાય છે.

લાંબા સમયના ઉપયોગમાં ફાયદો

જો તમે રાતભર એસી ચલાવો છો અથવા ઓફિસમાં 8-10 કલાક ચાલે છે, તો આ મોડ ચાલુ રાખો. પહેલા રૂમ ઠંડો કરો, પછી 60% કે 40% મોડ પર સેટ કરો. એસી આખો સમય ઠંડક જાળવી રાખશે અને વીજળીનો ખર્ચ પણ ઘટશે.

તમારા રિમોટમાં હવે જ ચેક કરો!

તમારા AC રિમોટને ઉઠાવીને જુઓ કે તેમાં “Econo Mode” કે “4 in 1” જેવો બટન છે કે નહીં. હોય તો સમજજો તમે ઘણું પૈસુ બચાવી શકો છો. એક ક્લિકથી અને યોગ્ય ઉપયોગથી તમારું બિલ પણ ઓછું આવશે અને પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ઠંડક અને બચત બંનેનો આનંદ લો!

આ ગરમીઓમાં એસી ચલાવવું બધાને ગમે છે, પણ બિલ જોઈને પરેશાન નહીં થવું જોઈએ. કંપ્રેસર કંટ્રોલ બટનનો ઉપયોગ કરીને તમે સ્માર્ટ કૂલિંગનો આનંદ લઈ શકો છો. એસી ચાલુ કરતી વખતે ફક્ત તાપમાન જ ન જોઈને રિમોટની શક્તિને પણ ઓળખો.

WhatsApp Group Join Now

Leave a Comment