× Special Offer View Offer

આ 3 શાકભાજી ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ, નાસ્તામાં તેનું સેવન કરશો તો આખો દિવસ શુગર કંટ્રોલમાં રહેશે…

WhatsApp Group Join Now

ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેને સમય રહેતા કંટ્રોલ કરવામાં ન આવે તો તેના કારણે શરીરના જરૂરી અંગો જેમ કે હૃદય, આંખ, કિડની અને ફેફસા પર ખરાબ અસર પડી શકે છે.

આ બીમારી શરીરને અંદરથી નબળું કરી નાખે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીએ પોતાની દિનચર્યામાં અને ડાયટમાં મહત્વના ફેરફાર કરવા જરૂરી હોય છે. ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર બીમારી કહેવાય છે.

આ બીમારીમાં શારીરિક રીતે સક્રિય રહેવું, સંતુલિત ભોજન કરવું અને સ્ટ્રેસ પર કંટ્રોલ કરવો જરૂરી છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર નોર્મલ રાખવું હોય તો ડાયટમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ મર્યાદિત કરવું અને પ્રોટીન, ફાઇબર તેમજ હેલ્ધી ફેટનો ડાયટમાં સમાવેશ વધારે કરવો.

ડાયાબિટીસના દર્દી જો બ્લડ સુગર લેવલને હંમેશા નોર્મલ રાખવા માંગે તો સવારે નાસ્તામાં તેમણે 3 શાક ખાસ સામેલ કરવા જોઈએ. સવારના નાસ્તામાં કાર્બોહાઈડ્રેટ ઓછા હોય તેવા અને પ્રોટીન વધારે હોય તેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. આવી વસ્તુઓ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

શાકભાજી આપણા ડાયટનો મહત્વનો ભાગ છે, સવારે નાસ્તામાં જો ખાસ શાક ખાવામાં આવે તો તેનાથી શુગર લેવલ નોર્મલ રાખવામાં મદદ મળે છે.

ડાયાબિટીસ એક્સપર્ટ અનુસાર કેટલાક ખાસ શાકભાજી એવા છે જેમાં શુગરનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આવી વસ્તુઓ નાસ્તામાં લેવાથી બ્લડ સુગર સ્થિર રાખવામાં મદદ મળે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને સવારે ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે

સરગવો

સરગવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સરગવાના ઝાડની દરેક વસ્તુ શરીર માટે ઉપયોગી છે. સરગવો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે એક્સપર્ટ અનુસાર સરગવો ખાવાથી હાઈ બ્લડ સુગર લેવલ ઓછું થઈ શકે છે અને ઇન્સ્યુલિન સેન્સિટીવીટી પણ સુધરી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

રિસર્ચમાં પણ એવું સામે આવ્યું છે કે સરગવાના પાનમાં એવા તત્વો હોય છે જે બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. સવારે નાસ્તામાં સરગવાનો સમાવેશ કરવો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

કોળુ

કોળું એવું શાક છે જે ડાયાબિટીસના દર્દી માટે સુપર ફુડ ગણાય છે. તેમાં પણ ગ્લાયસેમિક લોડ ઓછો હોય છે. તેને ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધતું નથી. કોળું ખાવાથી શરીર હાઇડ્રેટ રહે. સવારે નાસ્તામાં કોળાનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ મેનેજ કરવું સરળ થઈ શકે છે.

કોબી

ડાયાબિટીસના દર્દીઓ માટે કોબી પણ ફાયદાકારક શાક માનવામાં આવે છે. કોબી માં કાર્બોહાઇડ્રેટ અને શુગરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી કોબી ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધતું નથી.

કોબીમાં ફાઇબર, વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે સુગર લેવલને કંટ્રોલ કરી રાખે છે. નાસ્તામાં કોબીનો સંભારો બનાવીને અથવા સલાડ તરીકે ખાઈ શકાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment