Kidney Stone: આ 4 ભુલના કારણે વારંવાર કિડનીમાં થાય છે પથરી, જાણો કારણ અને તેનાથી બચાવની રીત…

WhatsApp Group Join Now

કિડની સ્ટોન એટલે કે પથરી એક દર્દનાક સમસ્યા છે. આ તકલીફ ત્યારે થાય છે જ્યારે કિડનીમાં કેલ્શિયમ, ઓક્સાલાઈટ, યુરિક એસિડ અને અન્ય તત્વો ક્રિસ્ટલ બનીને જામી જાય.

કિડની સ્ટોન એક એવી હેલ્થ કન્ડિશન છે જે વારંવાર ઈલાજ કર્યા પછી પણ થઈ શકે છે. એટલે કે એક વખત પથરી થઈ હોય તેનો ઈલાજ કરાવ્યા પછી વારંવાર પણ પથરી થઈ શકે છે.

જો તમને પણ દર થોડા મહિને પથરીની સમસ્યા થાય છે તો આજે તમને એક મહત્વની જાણકારી આપીએ જે તમારા માટે મદદગાર સાબિત થશે. આજે તમને જણાવીએ વારંવાર પથરી થવાના કારણ અને તેનાથી બચવાના કેટલાક સરળ ઉપાયો.

શા માટે વારંવાર થાય છે પથરી ?

1. પથરી વારંવાર થવાનું સૌથી મોટું કારણ છે ઓછું પાણી પીવું. પાણી ઓછું પીવાથી કિડનીમાં ખનીજ તત્વ એકત્ર થવા લાગે છે જે ધીરે ધીરે પથરીમાં બદલી જાય છે. જે લોકો ઓછુ પાણી પીવે છે તમને પથરી થવાનું જોખમ પણ વધી જાય છે અને ઓછું પાણી પીતા લોકોને વારંવાર પથરી થઈ શકે છે.

2. પથરી વારંવાર થવાનું બીજું કારણ ખોટી આહાર શૈલી પણ છે. વધારે મીઠા વાળું, વધારે ખાંડવાળું કે વધારે પડતું પ્રોટીન વાળું ભોજન કિડની સ્ટોન થવાનું જોખમ વધારે છે. આ સિવાય ઓક્સાલાઈટથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેમકે પાલક, ચોકલેટ, નોનવેજ કિડની સ્ટોનને પ્રોત્સાહન આપે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

3. જો પરિવારમાં કોઈને પથરીની સમસ્યા રહી હોય તો શક્ય છે કે પરિવારના અન્ય સભ્યોને પણ પથરી થઈ શકે.

4. કેટલીક મેડિકલ કન્ડિશન એવી હોય છે જેમાં પણ પથરી થવાનું જોખમ હોય છે. જેમકે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પેટની સમસ્યામાં પણ વારંવાર કિડની થઈ શકે છે.

પથરીથી બચવાના ઉપાય

– પથરીથી બચવું હોય તો દિવસ દરમિયાન ઓછામાં ઓછું બેથી ત્રણ લિટર પાણી પીવું.

– આહારમાં સંતુલન જાળવી રાખો અને વધારે પડતું મીઠાવાળું, ફેટવાળું કે ખાંડવાળું ભોજન ખાવાથી બચો.

– વધારે વજનથી પણ પથરી થવાની સંભાવના વધી જાય છે. તેથી વધારે વજન હોય તો તેને કંટ્રોલ કરો.

– જો પથરીની તકલીફ એકવાર થઈ ચૂકી હોય તો નિયમિત હેલ્થ ચેક અપ કરાવતા રહેવું.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment