Kidney Swelling Symptoms: કિડની શરીરમાંથી વિષાક્ત પદાર્થને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા શરીરમાંથી તેને બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડનીમાં થોડી પણ ગડબડ થાય તો તેની અસર શરીરના દરેક અંગ પર પડે છે.
સ્વસ્થ શરીર માટે કિડની પણ સ્વસ્થ રહે તે જરૂરી છે. અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને આહારના કારણે ઘણા લોકોને કિડની સંબંધિત સમસ્યા થઈ જાય છે. જેમાં સૌથી સામાન્ય છે કિડનીમાં સોજો આવી જવો. કિડનીમાં સોજો આવવો એવી સમસ્યા છે જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો કિડની ડેમેજ પણ થઈ શકે છે.

જ્યારે કિડનીમાં સોજો આવી જાય તો શરીરમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને ઓળખી અને તુરંત જ યોગ્ય પગલાં લેવામાં આવે તો કિડનીને ડેમેજ થતા બચાવી શકાય છે.
કિડનીમાં સોજાના લક્ષણો
પેશાબમાં સમસ્યા
કિડનીમાં સોજો આવી જાય તો સૌથી પહેલા પેશાબ કરવામાં સમસ્યા થવા લાગે છે. પેશાબ સંબંધિત સમસ્યામાં વારંવાર પેશાબ જવું, પેશાબ કરતી વખતે દુખાવો અથવા તો બળતરા થવી, પેશાબમાં ફીણ નીકળવા પણ કિડનીમાં સોજાનું લક્ષણ છે.
સવારના સમયે ઠંડી લાગવી
સવારના સમયે જો તમને ખૂબ જ ઠંડી લાગતી હોય તો તે સંકેત છે કે કિડનીમાં સોજો હોઈ શકે છે. જો ગરમીના દિવસોમાં પણ સવારે ઠંડકનો અનુભવ થાય તો તુરંત જ ડોક્ટરને મળવું જોઈએ.
શરીરમાં સોજા
કિડનીમાં સોજો આવે કે કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો શરીરમાં સોજા તરીકે દેખાવા લાગે છે. જ્યારે કિડની બરાબર કામ નથી કરતી તો શરીરમાં અતિરિક્ત પદાર્થ જમવા લાગે છે અને શરીરમાં સોજો બની જાય છે. કિડનીની તકલીફ હોય ત્યારે હાથ પગ અને ગોઠણમાં સોજા દેખાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
શ્વાસ લેવામાં સમસ્યા
કિડનીમાં સોજો હોય ત્યારે શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે કારણ કે કિડની બરાબર કામ કરતી નથી તેથી ફેફસા પર પ્રેશર આવે છે. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.
પીઠ અને કમરની આસપાસ દુખાવો
પીઠની નીચે કમરની આસપાસ દુખાવો થતો હોય તો તે કિડનીમાં સોજો કે અન્ય સમસ્યાના સંકેત હોઈ શકે છે. જો તમને વારંવાર કમરમાં દુખાવો રહેતો હોય તો તેને ઇગ્નોર કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.