Garuda Purana: હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણનું વર્ણન છે. આ પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. આ એક એવો ગ્રંથ છે જે મનુષ્યનાં કર્મ અને એનાં આધાર પર મળતા સારા અને ખરાબ પરિણામો બતાવે છે. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની આત્માને શાંતિ મળે એ માટે ઘરમાં 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.
ગરુડ પુરાણ સાંભળીને વ્યક્તિ ઇચ્છે તો એનાં કર્મોને બદલી શકે છે, કારણ કે આ પુરાણમાં અનેક એવી વાત કરવામાં આવી છે જે વ્યક્તિનાં જીવનને બદલી શકે છે.આમ, તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં અનેક એવી આદતો વિશે પણ વાત કરવામાં આવી છે જે મનુષ્યને કંગાળ તરફ ધકેલી દે છે.

આમ, જો સમય રહેતાં તમે બદલી શકતા નથી તો વ્યક્તિને નર્કમાં જવું પડી શકે છે અને આત્માને બહુ કષ્ટમાંથી પસાર થવું પડે છે. તો જાણો ભગવતાચાર્ય પંડિત રાઘવેન્દ્ર શાસ્ત્રી આખરે કઈ આદતો બદલવાનું કહે છે. આ આદતો મનુષ્યને નરકનાં દ્વાર પર પહોંચાડે છે જે કંગાળી તરફ તમને લઈ જાય છે.
મોડા સુધી ઊંઘવું
આળસ દરેક વ્યક્તિનાં જીવનનો સૌથી મોટો દુશ્મન હોય છે. જે વ્યક્તિ મોડી રાત સુધી ઊંઘે નહીં અને સવારમાં મોડા ઊઠે છે એમને જીવનમાં સફળતા મળતી નથી. સવારે વહેલા ઉઠવાથી માત્ર તમારું સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ કિંમતી સમયનો પણ દુરુપયોગ થાય છે. સવારે જલદી ઉઠવાથી મનુષ્યને એમને ગમતું પરિણામ મળી શકે છે.
દરિદ્ર વ્યક્તિ
ગરુડ પુરાણ અનુસાર એવા લોકો જે પ્રતિદિન સ્નાન કરતા નથી અને ગંદકીની સાથે રહે છે એ દરિદ્ર હોય છે. દરિદ્ર વ્યક્તિની પાસે લક્ષ્મી ટકતી નથી અને વારંવાર અસફળતાનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોનું માનીએ તો મનુષ્યને સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરવું જોઈએ.
રસોડું ચોખ્ખું રાખો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાત્રે ક્યારેય પણ રસોડામાં ગંદકી મૂકીને ઊંઘશો નહીં. રાત્રે ઊંઘતા પહેલાં રસોડું એકદમ ચોખ્ખું કરીને સૂવાની આદત પાડો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લાલચથી બચો
લાલચ એક ખરાબ આદત છે. લાલચ તમને અસફળતા તરફ પ્રેરે છે. ગરુડ પુરાણ અનુસાર લાલચુ વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકતી નથી.
નિંદા કરવાથી બચો
ગરુડ પુરાણ અનુસાર એવા લોકોથી દૂર રહો જેમને નિંદા કરવાની આદત હોય. આ આદત તમને કંગાળી તરફ ધકેલી શકે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.