અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે એ હાનિકારક પણ હોઇ શકે છે. તો આવો જાણીએ, કઇ કઇ વ્યક્તિઓએ અખરોટ ન ખાવા જોઇએ.
એ તો આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે કે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પણ કહેવાય છે ને કે દરેક વસ્તુના બે પાસાં હોય છે, એક સારું તો બીજું ખરાબ!

અખરોટમાં વિટામિન, ફાઇબર, મૅગ્નૅશિયમ તેમ જ ઍન્ટિઑક્સિડન્ટ્સ, વિટામિન ઇ જેવા તમામ ગુણ જોવા મળે છે, જે શરીરને કેટલીયે સમસ્યાઓથી બચાવવામાં મદદરુપ થાય છે. પરંતુ અમુક લોકો માટે એનું સેવન ફાયદા કરતા નુકસાન વધુ પહોંચાડે છે. તો ચાલો જાણીશું, કોણે કોણે અખરોટનું સેવન ન કરવું.
અખરોટ ખાવાના નુકસાન-
સ્થૂળતા-
જો તમે ડાયૅટ પર છો અને વજન ઓછું કરવા માગો છો, તો અખરોટનું સેવન ન કરો. કારણ કે એમાં કૅલરી અને ચરબીની માત્રા વધુ હોવાથી અખરોટ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એનાથી વજન વધી શકે છે.
પથરી-
અખરોટમાં ઑક્સાલેટની માત્રા અધિક હોય છે, જે કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. એટલા માટે જ પથરીના દર્દીઓએ ભૂલમાં પણ વધુ માત્રામાં અખરોટ ખાવા જોઇએ નહિ.
પાચન-
અખરોટ સારી એવી માત્રામાં ફાઇબર ધરાવે છે, જેનાથી કેટલાક લોકોને ગૅસ થવો, સોજા આવવા, ઝાડા અથવા પેટદર્દ જેવી પાચનસંબંધી તકલીફો થઇ શકે છે. જો તમારા પેટમાં ગરબડ રહ્યા કરતી હોય તો તમારે ભૂલથી પણ એનું વધુપડતું સેવન ન કરવું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઍલર્જી-
કેટલીક વ્યક્તિઓને અખરોટ ખાવાથી ઍલર્જી થઇ શકે છે, જેમ કે ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી તથા એવા અન્ય ઍલર્જી સંબંધિત લક્ષણો હોઇ શકે છે. અખરોટ ખાધા બાદ જો તમને આમાંથી કોઇ પણ લક્ષણ જણાય, તો ઉચિત છે કે તમે એનું સેવન ન કરો.
યૂરિક ઍસિડ-
યૂરિક ઍસિડની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ ભૂલથી પણ અખરોટનું સેવન ન કરવુ. કારણ કે એમાં પ્રોટીન અને પ્યૂરીન અધિક માત્રામાં હોય છે, જે યૂરિક ઍસિડના સ્તરને વધારી શકે છે, જેથી ગાઉટ(ગાંઠિયો વા) રોગનું જોખમ વધી શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










