આ છે દુનિયાના સૌથી હેલ્ધી ફુડ્સ, આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરશો તો બીમારીઓ રહેશે કોસો દુર…

WhatsApp Group Join Now

Most Healthy Vegetarian Foods: હેલ્ધી અને ફિટ રહેવા માટે સૌથી જરૂરી છે યોગ્ય આહાર. આજે તમને દુનિયાના સૌથી હેલ્ધી ફુડ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરી શકો છો. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી શરીરથી બીમારીઓ દુર રહે છે. તો ચાલો જાણીએ એ કયા ફુડ છે જેને ખાવા જરૂરી છે.

લીલા પાનવાળા શાકભાજી

મેથી, પાલક, સરસો, ચોલાઈમાં ભરપુર માત્રામાં આયરન, કેલ્શિયમ, ફાઈબર હોય છે જે શરીરમાં રક્તની ખામીને દુર કરે છે અને બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્રોકલી, કોબી, ફ્લાવર જેવા શાક પણ શરીરને ફાયદો કરે છે.

નટ્સ અને સીડ્સ

અખરોટ, બદામ, ચિયા સીડ્સ, ફ્લેક્સસીડ્સ અને સનફ્લાવર સીડ્સ જેવા બી પ્રોટીન, હેલ્ધી ફેટ અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. તેનાથી યાદશક્તિ પણ તેજ થાય છે.

શક્કરીયા, બીટ અને એવોકાડો

હેલ્ધી ફુડમાં બીટ, શક્કરીયા અને એવોકાડો પણ આવે છે. આ વસ્તુઓમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. આ વસ્તુઓ બ્લડ શુગર કંટ્રોલ કરવાની સાથે વજન ઘટાડવામાં પણ હેલ્પ કરે છે. એવોકાડો હાર્ટ અને સ્કિન હેલ્થ પણ સુધારે છે.

ઈંડા, દાળ અને કઠોળ

ઈંડામાં વિટામિન બી 12, વિટામિન ડી હોય છે. તેનાથી મસલ્સ બિલ્ડ થાય છે અને બ્રેન ફંકશન સુધરે છે. તેવી જ રીતે દાળ અને કઠોળ પણ વેજિટેરિયન લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. મસૂર, મગ, લોબિયા, ચણા, રાજમા જેવા કઠોળ અને દાળ પ્રોટીન, ફોલેટ, આયરન અને ફાઈબરથી ભરપુર હોય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

લસણ અને દહીં

લસણમાં એલિસિન નામનું કંપાઉંડ હોય છે જે બીપી, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. તે એક નેચરલ એન્ટી બાયોટિક છે. દહીં પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર હોય છે. દહીં પ્રોબાયોટિક્સ છે જે પાચનમાં મદદ કરે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment