× Special Offer View Offer

લીવર હેલ્થ: આ નેચરલ ડ્રિંક્સ લીવરમાં જામેલી ગંદકીને સાફ કરે છે, આ નેચરલ ડ્ર્રિંક્સ પીશો તો તરત જ અસર દેખાશે…

WhatsApp Group Join Now

શરીરના સૌથી એક્ટિવ અંગોમાં લીવરનો સમાવેશ થાય છે. લીવર શરીરમાંથી ટોક્સિન ફિલ્ટર કરે છે અને ડાયજેશનમાં મદદ કરે છે.

શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવામાં લીવરનું સૌથી મોટું યોગદાન છે. પરંતુ પ્રોસેસ્ડ ફૂડ, સ્ટ્રેસ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવર પર પ્રેશર વધે છે અને તેના કારણે લીવર સંબંધિત સમસ્યાઓ પણ ઝડપથી થાય છે.

લીવર ડેમેજ થતું હોય તો સતત થાક લાગે, પેટ ફૂલી જાય, ત્વચા ડલ થઈ જાય અને પાચન સંબંધિત સમસ્યાનું જોખમ પણ વધી જાય છે.

આ સ્થિતિમાં લીવરને હેલ્ધી રાખવા માટે તમે કેટલાક નેચરલ ટ્રિંક પી શકો છો. આ વસ્તુઓ પીવાથી લીવર સાફ રહે છે. આ વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને પીવાથી કોઈ આડઅસર થતી નથી.

હુંફાળા પાણી સાથે લીંબુ

જો તમે લીવરને ક્લીન કરવા માંગો છો તો દિવસની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી કરો. લીંબુવાળું આ પાણી પીવાથી લીવર ક્લીન થાય છે. હુંફાળા પાણીમાં લીંબુની સાથે મધ અને હળદર પણ ઉમેરી શકો છો

ફુદીના અને ધાણાનું પાણી

ફુદીનો અને ધાણા શરીરને ઠંડક કરતી જડીબુટ્ટી છે. તેનાથી લીવર નેચરલી ક્લીન થાય છે. આ ડ્રિન્ક તૈયાર કરવા માટે બે કપ પાણીમાં ફુદીનો અને ધાણાને બરાબર ઉકાળો અને પછી તેને ગાળીને પી જવું.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

બીટ અને ગાજરનું જ્યુસ

બીટ અને ગાજરનું જ્યુસ પણ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ બંને વસ્તુનું જ્યુસ લીવરને સાફ કરવામાં મદદ કરે છે. આ ડ્રિન્ક પીવાથી લીવર ડિટોક્ષ થાય છે અને હેલ્ધી રહે છે. તેના માટે અડધું બીટ અને એક ગાજરના ટુકડા પાણીમાં ઉમેરી બ્લેન્ડ કરી લો અને પછી તેને ગાળીને પી લો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment