આ રેશનકાર્ડ ધારકોને નહીં મળે મફત રાશન! છેલ્લી તારીખ પહેલા ફટાફટ પતાવો આ કામ…

WhatsApp Group Join Now

ભારતમાં જે પણ ઘણા એવા લોકો છે, કે જે પોતના અને પોતાના પરિવાર માટે બે ટંક ખાવાની વ્યવસ્થા નથી કરી શકતા. આવા ગરીબ જરૂરતમંદોને ભારત સરકાર તરફથી સહાયતા આપવામાં આવે છે. તેમણે ઓછી કિંમતે અને મફતમાં રેશન આપવામાં આવે છે.

ભારત સરકાર આ બધાને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછી કિંમતે અને ફ્રી રાશન આપે છે. આની માટે બધા લોકોને રેશન કાર્ડ જારી કરવામાં આવે છે.

જેને જોઈને તે ફ્રી રાશન સુવિધા મેળવી શકે છે. પરંતુ ભારત સરકાર તરફથી આની માટે અમુક યોગ્યતા નક્કી કરવામાં આવી છે. તે યોગ્યતાને પૂરી કરવા વાળા લોકોને જ રેશન કાર્ડ આપવામાં આવે છે. અને જે લોકો પાસે રેશન કાર્ડ હોય છે તેમને જ રેશન સુવિધાનો લાભ મળે છે.

સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કામ જો રેશનકાર્ડ ધારકોએ નક્કી કરેલી તારીખ પર પૂરું ન કર્યું તો પછી લોકોને રેશનકાર્ડ પર મળતા લાભ નહીં મળી શકે.

તમને જણાવી દઈએ કે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકોને e-KYC કરાવવા માટે કડક પણે આદેશ આપવામાં આવ્યો છે. અત્યારે પણ ઘણા લોકો એવા છે કે જેમને e-KYCની પ્રોસેસને પૂરી નથી કરાવી, જે લોકોએ e-KYC નથી કારવ્યું તેમનું નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સરકારે આની માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરી છે. આ તારીખ પહેલા જો કોઈએ e-KYC ન કરાવ્યું તો પછી તેમનું નામ રેશન કાર્ડ માંથી કાપી નાખવામાં આવશે અને રેશન સુવિધાનો લાભ પણ બંધ થઈ જશે.

જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની રાશન વિતરણ દુકાન પર જઈ શકે છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તો પછી જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું, તો શક્ય તેટલી વહેલી તકે તે કરાવી લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment