1 માર્ચથી બદલાઈ જશે આ નિયમો, જેની સીધી જ અસર તમારા ખિસ્સાં પર થશે…

WhatsApp Group Join Now

1 માર્ચ, 2025 થી ઘણા મોટા નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટથી લઈને એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર થશે, જેનાથી તમારા ખિસ્સા પર અસર થશે.

1 માર્ચથી બદલાશે નિયમો

ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે. દર નવા મહિનાની શરૂઆતથી ઘણા નિયમો બદલાઈ જાય છે. ત્યારે 1 માર્ચ, 2025 થી પણ ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે કયા ફેરફારો થઈ રહ્યા છે અને તે તમને કેવી અસર કરશે.

ફિક્સ્ડ ડિપોઝિટ

માર્ચ 2025 થી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

આ નવા નિયમો ફક્ત રિટર્નને જ નહીં પરંતુ ટેક્સ અને ઉપાડની પદ્ધતિઓને પણ અસર કરી શકે છે. તેથી, જો ભવિષ્યમાં FD કરવાનું વિચારી રહ્યા હોવ તો આ બદલાવ સમજવું ફાયદાકારક સાબિત થશે.

એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર

માર્ચ 2025 થી બેંકોએ FD પરના વ્યાજ દરોમાં કેટલાક ફેરફાર કર્યા છે. વ્યાજ દરો વધી શકે છે કે ઘટી શકે છે, હવે બેંકો તેમની તરલતા અને નાણાકીય જરૂરિયાતો અનુસાર વ્યાજ દરોમાં સુગમતા રાખી શકે છે. ખાસ કરીને નાના રોકાણકારો કે જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરી છે, નવા દરો તેમના પર અસર કરી શકે છે.

LPGના ભાવ

ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. એવામાં 1 માર્ચ, 2025 ની સવારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. સુધારેલા ભાવ સવારે છ વાગ્યે જાહેર થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ATF અને CNG-PNG દરો

દર મહિનાની પહેલી તારીખે, ઓઈલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNG ના ભાવમાં પણ ફેરફાર કરે છે. ત્યારે આ વખતે પણ ભાવમાં થયેલા ફેરફાર જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now

Leave a Comment