કસરત કરી કરીને થાકી ગયા છતાં પણ પેટ અંદર નથી જતું, તો આ ડ્રીંક પીવાથી હિપ્સ અને કમરની ચરબી ઓગળશે…

WhatsApp Group Join Now

આપણા ભારતીયોનું રસોડું એવું છે જેમાં મોટેભાગે બધા જ રોગોની દવા મળી રહે છે. આ બધા મસાલાનો ઉપયોગ ખાલી સ્વાદ વધારવા માટે નથી થતો પણ તે આપણા હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

જો તમે પણ વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોવ અને વજન ઓછું કરી રહ્યા છો, તમારે પણ ડ્રિંક લેવું જોઈએ. જેનાથી તમને ઘણો ફાયદો થશે. જેનાથી તમારું બહાર લટકતું પેટ અંદર જશે, હિપ્સ પણ ઓછી થશે અને તમારો વજન પણ આપોઆપ ઘટવા લાગશે.

પંદર થી વીસ દિવસમાં જ તમે અરીસામાં ઉભા રહીને જોશો એટલે તમને તમારા બોડીમાં ફેરફાર થયેલો દેખાવા લાગશે. તો ચાલો જાણીએ ક્યુ છે, આ મેજિકલ ડ્રિન્ક કે જેનાથી તમે થોડા દિવસમાં જ પાતળા થઈ શકો છો અને કબજિયાતમાં પણ રાહત મળે છે.

આ છે જીરું અને હળદર. આ બંનેને જ્યારે પાણીમાં ભેળવીને પીવામાં આવે છે, ત્યારે તે આપણા શરીર માટે નેચરલ સ્વાસ્થ્ય ટોનિક તરીકે કામ કરે છે. જેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટવા લાગે છે. ચાલો જાણીએ જીરું-હળદરના પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત.

જીરું પાચન સુધારવામાં મદદ કરે છે અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે. હળદરમાં જોવા મળતા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પાચનતંત્રને શાંત કરે છે. આ પાણી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો અને એસિડિટીને દૂર કરે છે.

જીરું શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. હળદર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કાતરે છે અને શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. સવારે ખાલી પેટે આ પાણીનું સેવન વજન ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે.

જીરું-હળદરનું પાણી કેવી રીતે બનાવવું?
  • એક પેનમાં 2 કપ પાણી લો.
  • તેમાં 1 ચમચી જીરું ઉમેરો અને તેને ધીમા તાપે 5 મિનિટ સુધી ઉકાળો.
  • હવે તેમાં 1/2 ચમચી હળદર પાવડર અથવા છીણેલી તાજી હળદર ઉમેરો.
  • તેને વધુ 2 મિનિટ ઉકાળો.
  • પાણીને ગાળીને એક કપમાં રેડો અને જ્યારે તે હૂંફાળું થઈ જાય ત્યારે સવારે ખાલી પેટે તેને પીવો.

હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે, જે શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે. જીરું શરીરને ડિટોક્સિફાય કરે છે અને ચેપ લાગવા સામે પ્રોટેક્ટ કરે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જીરું શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને સ્કિનને નેચરલી ચમકદાર અને હેલ્થી બનાવે છે. આ બે નામ એવા ગુણો રહેલા છે, જે તમારા સાંધાના દુખાવામાં પણ રાહત મળી શકે છે.

જીરું અને હળદર બંને કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. આ પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે અથવા ડાયાબિટીસનું જોખમ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment