આ લોટની રોટલી ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ એકસાથે કંટ્રોલ કરશે, આ રોટલીને રોજ ખાશો તો દવા જેવું કામ કરશે…

WhatsApp Group Join Now

આજકાલની બીઝી લાઇફસ્ટાઇલમાં લોકોને પોતાના માટે પણ ટાઈમ મળતો નથી. જેના કારણે ગમે તે ખાવું, અનહેલ્થી ખાવાનું, જેન કારણે અનેક બીમારીઓને આપણે સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ.

વજન ખુબ વધી જવું, થાઇરોઇડ, ડાયાબિટીસ, સ્ટ્રેસ, કોલેસ્ટ્રોલ વગેરે યંગ એજમાં જ આવી જતું હોય છે. એમાં પણ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના કારણે ઘણી તકલીફ પડતી હોય છે.જો કે, ખાવા-પીવા પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો તેને આરામથી કાબુમાં લઇ શકાય છે.

આ માટે જમવામાં તમારે અલગ-અલગ અનાજની રોટલી તમારા ડાયટમાં સામેલ કરવી જોઈએ. આમ તો આખું વર્ષ આપણે સૌ ઘઉંના લોટની બનેલી રોટલી જ ખાઈએ છીએ.

લંચથી લઈને ડિનર સુધી દિવસમાં 2-3 વાર રોટલી ખાઈએ છીએ. તેવામાં કોઈપણ બીમારીને કંટ્રોલ કરવી હોય તો રોટલીમાં બદલાવ કરવો જરૂરી છે.

જે લોકો હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છે તેમણે ઘઉંના લોટની રોટલીના બદલે લોટમાં અન્ય અનાજ મિક્સ કરીને ખાવા જોઈએ. ઘઉંના લોટમાં બાજરીનો લોટ મિક્સ કરીને તેની રોટલી બનાવીને ખાઓ. આ રોટલી તમારા કોલેસ્ટ્રોલને શિયાળામાં કંટ્રોલમાં રાખશે.

શરીરમાં કોલેસ્ટ્રોલ એક મીણ જેવો ચીકણો પદાર્થ છે, જે લીવરમાંથી ઉત્પન્ન થાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે જેમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ સામેલ છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.

ડાયટ દ્વારા બેડ કોલેસ્ટ્રોલને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. ઠંડીની સિઝનમાં કોલેસ્ટ્રોલ ખૂબ વધી જાય છે. પરંતુ જો તમે ઘઉં અને બાજરીના લોટની મિક્સ રોટલી ખાઓ છો તો તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઈ રોટલી ખાવી?

બાજરીના લોટમાં ઘઉં કરતાં વધારે પોષક તત્વો હોય છે. તેથી બાજરીને ગુણોનો ખજાનો કહેવામાં આવે છે. બાજરીમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. બાજરીની રોટલી ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમે 1 વાટકી ઘઉંના લોટમાં 1 વાટકી બાજરીનો લોટ નાખી દો. આ લોટ બાંધીને તેની રોટલી બનાવો. આ રોટલી તમારા ડાયટમાં સામેલ કરો. તમારું બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે.

બાજરીની રોટલી ખાવાના ફાયદા

બાજરીની રોટલી ખાવાથી શરીરને ભરપૂર ફાઈબર અને હેલ્ધી ફેટ મળે છે. જેનાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. બાજરીની રોટલીમાં પ્રોટીન અને ફાઈબર હોય છે તેથી તેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

ગ્લૂટન ફ્રી હોવાના કારણે વેટ લોસમાં હેલ્પ મળે છે. બાજરીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે હાર્ટ માટે ફાયદાકારક છે. બાજરીની રોટલી ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment