દવાથી ના મટી શકે તેવી એસિડિટી મટાડશે આ ઘરેલુ ઉપચાર, તમે પણ આ ઉપાય અજમાવી શકો છો…

WhatsApp Group Join Now

એસિડિટીની સમસ્યા અનેક લોકોને હોય છે. એસિડિટી થાય ત્યારે વ્યક્તિ હેરાન થઈ જાય છે. એસિડિટી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં મુખ્યત્વે આજની આ ખરાબ લાઈફ સ્ટાઈલ જવાબદાર હોય છે. આમ, એસિડિટી થાય ત્યારે વ્યક્તિ હેરાન થઈ જાય છે.

એસિડિટીમાંથી રાહત મેળવવા માટે અનેક લોકો દવા લેતા હોય છે, પરંતુ તમે આ ઘરેલુ ઉપાયોની મદદથી સરળતાથી રાહત મેળવી શકો છો.તો જાણો આ ઘરેલુ ઉપાયો વિશે જે તમને એસિડિટીમાંથી રાહત અપાવે છે.

રાહત અપાવતા ઘરેલુ ઉપાયો

  • એસિડિટીની સમસ્યાથી તમે કંટાળી ગયા છો તો દરરોજ રાત્રે જમ્યા પછી ઠંડુ દૂધ પીવાનું રાખો. ઠંડુ દૂધ પીવાથી પેટમાં રાહત થાય છે. ઠંડુ દૂધ તમે પીઓ છો તો પેટમાં થતી બળતરા શાંત થઈ જાય છે.
  • એસિડિટીની સમસ્યા ભયંકર છે તો તમે રાત્રે જમવાનું વહેલું જમી લો. વધારે મોડા જમવાથી તમારી હેલ્થને નુકસાન થઈ શકે છે. આ માટે જમવાની આદત વહેલી રાખો. શક્ય હોય ત્યાં સુધી રાત્રે તળેલો ખોરાક ખાશો નહીં. તળેલો અને તીખો ખોરાક એસિડિટી કરવાનું કામ કરે છે.
  • વરિયાળી અને સાકરનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી થાય છે. વરિયાળીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. સાકર પેટની ગરમી કંટ્રોલ કરવાનું કામ કરે છે અને પેટમાં ઠંડક બનાવી રાખે છે. આ કારણે એસિડિટી અને બળતરામાંથી રાહત થઈ જાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • તમને ભયંકર એસિડિટીની સમસ્યા છે તો પાઈનેપલ ઉપર સાકર ભભરાવીને ખાઓ. પાઈનેપલ પર સાકર નાખીને ખાવાથી તરત બળતરામાંથી રાહત થઈ જાય છે. સાકર ઘરમાં નથી તો તમે ખાંડ પણ ભભરાવીને નાખીને ખાઈ શકો છો. તમને ડાયાબિટીસ છે તો તમારે ખાંડ નાખવી નહીં. આ માટે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.
  • તમને એસિડિટીની સમસ્યા છે તો તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો. આઈસ્ક્રીમ ખાવાથી પેટમાં ઠંડક થાય છે.
  • એસિડિટીમાંથી રાહત મેળવવા માટે તમે જમ્યા પછી વરિયાળીનું સેવન કરો. વરિયાળી ખાવાથી પેટમાં ઠંડક થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment