FASTag માટે NCPI એ નવો નિયમ બહાર પડ્યો છે. આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે પ્રભાવશાળી બનાવવા માટે બનાવાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર કોડ 176 લાગુ પડી શકે છે.
હમણાં જ બહાર પાડ્યું છે સર્ક્યુલર
આ કોડનો મતલબ છે કે ફાસ્ટેગ પેમેન્ટમાં એરર કે રિજેક્શન. 28 જાન્યુઆરી 2025 ના રોજ બહાર પડેલા NCPI સર્ક્યુલરમાં આ જાણકારી આપવામાં આવી છે.

નહીં થઈ શકે પેમેન્ટ
આ સર્ક્યુલરમાં એમ કહેવમાં આવ્યું છે કે જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો પેમેન્ટ થશે નહીં. ફાસ્ટેગ ઓછા બેલેન્સ, કેવાયસી ના થયું હોય કે પછી રજીસ્ટ્રેશનમાં કોઈ ખામી જણાશે તો પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે
શું છે આનો મતલબ?
સર્ક્યુલર મુજબ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કેપ્ચર થાય તેના 60 મિનિટ પહેલા કે 10 મિનિટ પછી પણ ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થાય છે અને આ કેસમાં પણ પેમેન્ટ રિજેક્ટ થઈ શકે છે
શું થશે અસર?
ફાસ્ટેગમાં સ્ટેટ્સ પર 70 મિનિટની કેપ હશે એટલે કે તમે ચીલી મિનિટે ફાસ્ટેગ રિચાર્જ કરી શકશો નહીં. ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થતાં પહેલા એક ગ્રેસ પિરિયડ મળે છે જેમાં જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોય છે તો ટોલ પર રિચાર્જ કરવાથી પેમેન્ટ રિજેક્ટ થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બે ગણું આપવું પડશે પેમેન્ટ
જો તમારું પેમેન્ટ રિજેક્ટ થઈ જાય છે તો તમારે બમણો ચાર્જ ચૂકવવો પડશે. એવામાં તમારે ફાસ્ટેગને પહેલેથી રિચાર્જ કરાવીને રાખવું જ સરળ રહેશે.
આ વાતનું રાખો ધ્યાન
ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાનો મતલબ છે કે તેને ડીએક્ટિવેટ કે પછી સસ્પેન્ડ કરવી દેવાયું છે. અને આ થવાનું કારણ બેલેન્સ ઓકચું હોવું કે ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ જવું કે પછી બીજું કોઈ હોય શકે છે.










