Pumpkin Seeds Benefits In Diabetes: ડાયાબિટીસ ગંભીર બીમારી છે. શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્સર્જન ઓછું થવાને કારણે બ્લડ સુગર લેવલ વધે છે, જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે.
બ્લુડ સુગર લેવલ વધવાથી વારંવાર તરસ લાગવી, વધુ પડતો પેશાબ આવવો, વધારે ભૂખ લાગવી, ઘા રૂઝ આવવામાં મોડું થવું અને આંખોનું તેજ ઓછું થવી વગેરે જેવા શરીરમાં લક્ષણો દેખાવા લાગે છે.

જો લાંબા સમય સુધી ડાયાબિટીસ કંટ્રોલમાં ન રાખવામાં આવે તો આ બીમારી હૃદય, કિડની, આંખ અને ફેંફસા જેવા મહત્વનાઅંગોને નુકસાન પહોંચાડી શકે છે.
ડાયાબિટીસ દર્દી યોગ્ય આહારનું સેવન કરી શરીરમાં બલ્ડ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખી શકે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે શરીરને સક્રિય રાખવું અને કાળજીપૂર્વક આહાર લેવો. આહારમાં ફાઇબરયુક્ત અને પ્રોટીનયુક્ત ખોરાક વધારે લેવો જોઇએ. આ આહાર બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં અસરકારક સાબિત થાય છે.
એપોલો હોસ્પિટલના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડો.પ્રિયંકા રોહતગીએ જણાવ્યું હતું કે, હાઈ ફાઇબર, લો કાર્બ્સ, મેગ્નેશિયમ અને ઝિંકથી સમૃદ્ધ, કોળાના બીજ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે અને બ્લડ સુગર લેવલ ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ બલ્ડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માટે આહારમાં કોળાના બીજનું સેવન કરી શકે છે.
આ બીજ સુપર આરોગ્યપ્રદ ખોરાક છે જે પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ છે. તંદુરસ્ત ચરબીથી સમૃદ્ધ, આ બીજ બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરે છે. આવો જાણીએ કે કોળાના બીજનું રોજ સેવન કરીને ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.
કોળાના બીજ ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરે છે?
કોળાના બીજ એ સુપર ફૂડ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે જે બ્લડ સુગર લેવલ ધીમે ધીમે વધારે છે. કોળાના બીજમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ જ ઓછો હોય છે. તેનો જીઆઈ 15ની આસપાસ છે, જે તેને લો ગ્લાયસેમિક ફુડ બનાવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લો ગ્લાયકેમિક ધરાવતું આ બીજ બ્લડ સુગર ધીરે ધીરે વધારે છે અને શરીરમાં સુગર લેવલને કન્ટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કોળાના બીજ શ્રેષ્ઠ ખોરાક છે.
પમ્પકીન સીડમાં માં ઘણાં બધાં મેગ્નેશિયમ પણ હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે. એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર આ બીજ શરીરમાં બળતરાને નિયંત્રિત કરે છે. કોળાના બીજમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ જેવી હેલ્ધી ફેટ્સ હોય છે, જે શુગરને કંટ્રોલ કરવામાં કારગર સાબિત થાય છે.
કોળાના બીજ કેવી રીતે ખાવા
- ડાયાબિટીસના દર્દીઓ કોળાના બીજને સલાડ, સ્મૂધી કે દહીંમાં ભેળવીને તેનું સેવન કરી શકે છે.
- કોળાના બીજને સીધા શેકીને પણ ખાઈ શકાય છે.
- ડાયાબિટીઝના દર્દીઓએ કોળાના બીજનું સેવન મર્યાદિત કરવું જોઈએ કારણ કે તેમાં કેલરી વધારે હોય છે જે વજન વધારી શકે છે.
- પમ્પકીન સીડ રાત્રે પાણી પલાળી સવારે ખાઇ શકાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.