AC ચલાવવાને કારણે ઘણા લોકોને ઊંચા વીજળીના બિલનો સામનો કરવો પડે છે. આજે અમે તમને સોલાર એસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ એસી સૂર્યપ્રકાશની મદદથી ચાલે છે અને તેથી વીજળીનું બિલ બહુ વધારે નથી.
જો તમે સવારથી સાંજ સુધી સોલાર પેનલની મદદથી ચાલતું એસી ચલાવો છો, તો પણ ઘરનું વીજળીનું બિલ બહુ વધારે નહીં આવે.

બજારમાં તમને સોલાર એસીના ઘણા વિકલ્પો મળશે.
આ એસી સોલાર પેનલ્સ સાથે કામ કરે છે. બજારમાં ઘણી બધી વેબસાઇટ્સ અને રિટેલર્સ છે જે સોલાર પેનલ સાથે એસી કોમ્બો બનાવે છે અને વેચે છે. બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે
તમને આ સોલાર એસીના કોમ્બોમાં મળે છે. તે સોલાર એસી (ઇન્ડોર યુનિટ, આઉટડોર યુનિટ + રિમોટ) અને સોલાર પેનલ સાથે આવે છે. આ સોલાર પેનલ 550W નું છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સોલાર પેનલ સાથે આવતા સોલાર એસીની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. આ અલગ અલગ વેબસાઇટ્સ પર અલગ અલગ હોઈ શકે છે.સોલાર એસી વાસ્તવમાં હાઇબ્રિડ મોડેલ પર કામ કરે છે. આ એસી સોલાર પેનલ અથવા ગ્રીડ પાવરમાંથી મળતી વીજળીથી કામ કરે છે.