Oral cancer:દેશમાં મોઢાના કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા દાયકામાં આમાં વધારો થયો છે. આ પાછળનું મુખ્ય કારણ તમાકુ છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. આ ખતરનાક રોગના શરૂઆતના લક્ષણોને ઘણીવાર અવગણવામાં આવે છે. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થાય છે.
આવી સ્થિતિમાં, આ રોગને કેવી રીતે અટકાવી શકાય. ચાલો જાણીએ કે કયા પ્રકારના શરીરને લક્ષણો દેખાય ત્યારે સતર્ક રહેવું જોઈએ…
ઓરલ કન્સરના કારણો
દારૂ અને તમાકુ: સિગારેટ, બીડી, સિગાર અને તમાકુ ચાવવું વગેરે મોઢાના કેન્સરનું જોખમ વધારી શકે છે. પરંતુ આ સિવાય પણ અનેક કારણો છે જે મોંના કેન્સરના કારક બને છે.

ડાયટ: જો તમે ફળો અને શાકભાજીનું સેવન નથી કરતા તો તે પણ કેન્સરનું કારણ બને છે. ડાયટમાંથી લીલા શાક કંદમૂળ અને ફળોને દૂર કરશો તો સાવધાન આ ઓરલ કેન્સરનું કારણ બની શકે છે.
સૂર્યપ્રકાશ: લાંબા સમય સુધી તડકામાં રહેવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. આના કારણે હોઠના કેન્સરનું જોખમ વધારી શકે છે.
HPV: માનવ પેપિલોમાવાયરસ મોઢાના કેન્સરનું કારણ બની શકે છે. આમાં, HPV-16 જીભ અને કાકડાના કેન્સરનું જોખમ વધારી શકે છે.
આનુવંશિક: કૌટુંબિક ઇતિહાસ પણ આ પ્રકારના કેન્સરનું જોખમ પેદા કરી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ: નબળી રોગપ્રતિકારક શક્તિ શરીરમાં અનેક પ્રકારની બીમારીનું કારણ બની શકે છે આ જ નબળી રોગપ્રતિકારક શક્તિ ઓરલ કેન્સરનું જોખમ પણ વધારે છે.
ચિક બાઇટિંગ કેન્સરનું વધારે છે જોખમ
ઘણી વખત ગાલ મોંની અંદરથી કપાઈ જાય છે જને (ચિક બાઇટિંગ).કહે છે આરોગ્ય નિષ્ણાતોના મતે, આ એક સામાન્ય આદત છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ ઘણીવાર તણાવ અથવા ચિંતાને કારણે થઈ શકે છે. આનાથી મોંમાં અલ્સર વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે માત્ર તેનાથી કેન્સરનું જોખમ વધે છે.
મોઢાના કેન્સરના લક્ષણો
- મોઢામાં ચાંદા પડવા અને પછી ત્રણ વીક સુધી ન મટવા
- પેઢા, જીભ અથવા મોઢાના અસ્તર પર સફેદ કે લાલ ફોલ્લીઓ.
- ગાલ પર ગાંઠ થવી અથવા ગઠ્ઠો બનવો.
- ગળામાં સતત દુખાવો અથવા ગળવામાં મુશ્કેલી.
- ગળામાં કંઈક અટવાઈ ગયું હોય તેવી લાગણી.
- અવાજમાં ફેરફાર.
- કોઈ દેખીતા કારણ વગર વજન ઘટવું.
- ગરદનમાં ગઠ્ઠો કે સોજો.
છેલ્લા દાયકામાં મોઢાના કેન્સરના કેસ વધ્યા છે કે ઘટ્યા છે?
જો આરોગ્ય નિષ્ણાતોના મતે, છેલ્લા 10 વર્ષના ડેટા પર નજર કરીએ તો, ભારતમાં મોઢાના કેન્સરના કેસ વધી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તમાકુ ઉત્પાદનો છે. લોકો તેનું સેવન કરીને આ ખતરનાક રોગનો શિકાર બની રહ્યા છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.