યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ 1500 લોકલ બેન્ક ઓફિસરની પોસ્ટ માટે ઓનલાઇન ભરતી પાડી છે. ઇચ્છુક ઉમેદવાર, જે યોગ્ય છે તે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની આધિકારિક વેબસાઇટ unionbankofindia.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
અહીં ધ્યાન રાખવું કે રજીસ્ટ્રેશન વિન્ડો 24 ઓકટોબરે લૂખી હતી અને 13 નવેમ્બર સુધી ખુલ્લી રહેશે.
વેકેનસી ડિટેલ
આ ભરતી અભિયાન હેઠળ, બેન્ક ઓગરણાઈઝેશનમાં કુલ 1500 પોસ્ટને ભરવાનું લક્ષ્ય છે. સ્ટેટ વાઇઝ વેકેન્સી આ રીતે છે:
- કર્ણાટક: 300 પોસ્ટ
- આંધ્ર પ્રદેશ: 200 પોસ્ટ
- તમિલનાડુ: 200 પોસ્ટ
- ગુજરાત: 200 પોસ્ટ
- તેલંગાણા: 200 પોસ્ટ
- પશ્ચિમ બંગાળ: 100 પોસ્ટ
- કેરળ: 100 પોસ્ટ
- ઓડિશા: 100 પોસ્ટ
- અસમ: 50 પોસ્ટ
- મહારાષ્ટ્ર: 50 પોસ્ટ
લાયકાત
જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા ઈચ્છે છે, તેમની પાસે ભારત સરકાર અથવા તેના નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં પૂર્ણ સમય/નિયમિત સ્નાતકની ડિગ્રી.
LBO પોસ્ટ માટે યોગ્ય હોવાની સાથે, ઉમેદવારો માટે એજ લિમિટ મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ છે.
આ સિવાય એજ લિમિટમાં યોગ્ય હોવા માટે કટ-ઓફ ડેટ તે મહિનાની પહલે તારીખ રહેશે, જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું હોય એટલે 1 ઓક્ટોબર.
ભરતી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીથી સંબંધિત લોકોને રજીસ્ટ્રેશન માટે 850 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે બીજી બાજુ, SC/ST/PWBD ઉમેદવારો માટે 175 રૂપિયા ફી રહેશે.
ઉમેદવાર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ, મોબાઈલ વોલેટ/ UPIનો ઉપયોગ કરીને ફી ભરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
લોકલ બેન્ક અધિકારીના રૂપે સિલેક્ટ થવા માટે ઉમેદવારોને ચાર-સ્તરની પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
તેમાં લાયક ઉમેદવારોની સંખ્યાના આધારે ઓનલાઈન પરીક્ષા, જૂથ ચર્ચા, એપ્લિકેશન સ્ક્રીનીંગ અને/અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ રાઉન્ડનો સમાવેશ થાય છે.
લેખિત પરીક્ષા પેટર્નની વાત કરીએ તો પ્રશ્ન પત્રમાં 200 માર્કના 155 પ્રશ્નો રહેશે. ઓબ્જેકટિવ ટેસ્ટમાં દર ખોટા પ્રશ્ન પર પેનલ્ટી લાગશે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવાર દ્વારા અપાયેલ ખોટ જવાબ દીઠ 0.25 માર્ક પેનલ્ટી કપાશે.