આધાર ધારકો માટે UIDAI એ એક ખાસ સુવિધા શરૂ કરી છે, જેમાં તમે 14 જૂન 2025 સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. આનાથી તમે ઘરે બેઠા જાતે જ ઓનલાઈન પણ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. તો ચાલો જાણીએ આખી પ્રોસેસ..
મફતમાં શું-શું અપડેટ કરી શકો છો?
આ સેવા હેઠળ તમે myAadhaar પોર્ટલના માધ્યમે અમુક ખાસ ડેમોગ્રાફીક ડિટેલ્સ અપડેટ કરી શકો છો. જેમાં (નાના બદલાવ), જન્મ તારીખ (અમુક શરતો સાથે), એડ્રેસ, લિંગનો સમાવેશ થાય છે.

સ્ટેપ 1
પહેલા બ્રાઉઝર ખોલો અને પછી https://myaadhaar.uidai.gov.in પર જાઓ. પછી વાદળી લોગિન બટન પર ક્લિક કરો અને તમારો આધાર કાર્ડ નંબર અને CAPTCHA કોડ દાખલ કરો. ત્યારબાદ વન-ટાઈમ પાસવર્ડ (OTP) મેળવવા માટે કેપ્ચા દાખલ કરો.
સ્ટેપ 2
જ્યારે તમે પોર્ટલ પર લોગિન કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે હાલનું સરનામું અને ઓળખ પુરાવો અપડેટ થયેલ છે કે નહીં. જો તે અપ ટુ ડેટ ન હોય તો ‘ડોક્યુમેન્ટ અપડેટ’ ઓપ્શન પર ક્લિક કરો જે તમને પેજની ઉપર જમણી બાજુએ દેખાશે.
સ્ટેપ 3
ત્યાર બાદ ડ્રોપ-ડાઉન મેનૂ પર જાઓ અને તમે જે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માંગો છો તે પસંદ કરો. પછી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો. ધ્યાન રાખો કે ડોક્યુમેન્ટની સાઇઝ 2 MB થી ઓછી અને ફાઇલ ફોર્મેટ JPEG, PNG કે PDF જ હોવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સ્ટેપ 4
ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તેનું રિવ્યૂ કરો અને સબમિટ કરો. પછી તમને સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) મળશે જેના દ્વારા તમે તમારી રિક્વેસ્ટનું સ્ટેટસ ટ્રેક કરી શકો છો.
શું ડિટેલ્સ નથી થઈ શકતી ફ્રીમાં અપડેટ
જો ફિંગરપ્રિન્ટ, ફોટો કે સ્કેન વગેરે બાયોમેટ્રિક બદલાવ ઈચ્છો છો તો તમારે આધાર સેન્ટર જવું પડશે અને ફી આપવી પડશે.