ગળ્યું ખાવું કોને ન ગમે? આપણે ભારતીયો તો દરેક મોકા પર ગળ્યું ખાઈએ છીએ. અમુક લોકોને તો દિવસની શરૂઆત જ ગળી ચાથી થતી હોય છે.
ગળ્યું ખાવું બધાને ગમે છે, પરંતુ વધારે ખાંડનું સેવન ઘણી બીમારીઓને નોતરે છે. એવામાં આપણે સંપૂર્ણ ગળ્યું તો છોડી ન શકીએ, પરંતુ ખાંડની જગ્યાએ કોઈ હેલ્ધી વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. તો ચાલો આવા અમુક નેચરલ અને હેલ્ધી ઓપ્શન વિશે જાણીએ.
મધ
ખાંડની જગ્યાએ મધ ખૂબ જ હેલ્ધી ઓપ્શન સાબિત થઈ શકે છે. મધમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. મધને તમે દૂધ, ચા, બ્રેડ કે મીઠાઇમાં ખાઈ શકો છો.

જોકે, મધનો ઉપયોગ કરતા સમયે ધ્યાન રાખો કે આને ક્યારેય ગરમ ન કરો, કેમ કે મધ ગરમ કરવાથી આના બધા જ પોષક તત્વોનો નાશ થઈ જાય છે.
ગોળ
ખાંડની જગ્યાએ હેલ્ધી ઓપ્શન તરીકે ગોળનું પણ સેવન કરી શકાય છે. ગામમાં આજે પણ મોટાભાગે ગોળનો ઉપયોગ થાય છે. શેરડીનો રસ કે ખજૂરથી બનાવેલો ગોળ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
આમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગુલ પાચન ક્રિયાને સુધારે છે. જોકે ગોળની તાસી ગરમ હોય છે એટલા માટે વધારે માત્રામાં ગોળ ખાવાનું ટાળવું જોઈએ.
કોકોનટ સુગર
કોકોનટ સુગર નારિયેળના રસથી બનાવવામાં આવે છે. આમાં લો ગ્લાયસેમીક ઈન્ડેક્સ હોય છે, એટલે આ બ્લડ સુગરને ઝડપથી નથી વધારતું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સિવાય આમાં આયર્ન, ઝીંક, પોટેશિયમ અને અમુક માત્રામાં ઇનુલિન નામના ફાઈબર પણ હોય છે, જે પાચનક્રિયામાં મદદ કરે છે. જોવામાં આ સાદી ખાંડ જેવું જ લાગે છે, પરંતુ આનો સ્વાદ હળવો ગળ્યો હોય છે.
ખજૂર
અમુક લોકો ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કરે છે. ખજૂર એક ગળ્યું અને પોષક તત્વોથી ભરપૂર ફળ છે. આમાં નેચરલ સુગર જેમ કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝની સાથે ફાઈબર, આયર્ન અને ઘણા પ્રકારના વિટામીન્સ ભરપૂર માત્રમાં હોય છે. તમે ખજૂરને સ્મૂદી, શેક કે મીઠાઇમાં ઉપયોગ કરી શકો છો. બેકિંગમાં પણ સુગરના પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.
સ્ટીવિયા
સ્ટીવિયા એક છોડ છે જેના પત્તા ખૂબ ગળ્યા હોય છે. આમ કેલરીની માત્રા લગભગ ના બરાબર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે.
બજારમાં સ્ટીવિયા પાવડર અને લિકવીડ ફોર્મમાં ઉપલબ્ધ છે જેને તમે ચા, કોફી કે અન્ય ડ્રિંક્સમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










