Vastu Tips for Food: વાસ્તુ શાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જે આપણાં સ્વાસ્થ્ય પર ઉંડો પ્રભાવ પાડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણે ખોટી દિશામાં ભોજન કરવા બેસીએ છીએ તો આ સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.
જેટલું આપણાં શરીર માટે ભોજન જરૂરી છે એમ એટલું જ તમે કયા સ્થાન પર બેસીને જમો છો એ મહત્વનું છે. જીવનમાં સફળતા અને શુભ ફળ ઇચ્છો છો તો સાચી દિશામાં બેસીને ભોજન કરવું જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દિશામાં અલગ-અલગ પ્રકારની ઉર્જા હોય છે. આમ, તમે સાચી દિશામાં બેસીને ભોજન કરો છો તો આ ઉર્જા તમારા પક્ષમાં કામ કરે છે. તો જાણો આ વિશે વાસ્તુશાસ્ત્રી ધર્મેન્દ્ર કુમાર શર્મા શું કહે છે…
પૂર્વ દિશા
તમે પૂર્વ દિશા બાજુ મોં કરીને ભોજન કરો છો તો મગજ તેજ થાય છે અને પાચન તંત્ર મજબૂત થાય છે. આ સાથે માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે. મગજને ઉર્જા મળે છે. આ દિશા ઘરડા લોકો માટે સૌથી ફાયદાકારક છે. જે લોકોને પેટને લગતી તકલીફ છે એમને પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.
પશ્ચિમ દિશા
પશ્ચિમ દિશાને લાભની દિશા કહેવામાં આવે છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી તરક્કીનાં માર્ગ ખુલી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા બિઝનેસ, નોકરી, લેખન, રિસર્ચ અને શિક્ષા સાથે જોડાયેલા લોકો માટે શુભ માનવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ દિશામાં બેસીને ભોજન ન કરો
આ દિશાને સૌથી અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશા યમરાજની દિશા હોય છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. પરિવારમાં ક્લેશ વધે છે અને તરક્કીમાં બ્રેક લાગી જાય છે. ખાસ કરીને જે લોકોનાં માતા-પિતા જીવિત છે એમને આ દિશામાં બેસીને ખાવું જોઈએ નહીં.
ડાઇનિંગ રૂમની સાચી દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ડાઇનિંગ રૂમ હંમેશા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ દિશાને શુભ માનવામા આવે છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ સાથે સ્વાસ્થ્ય સારું રહે છે અને ધનની કમી થતી નથી.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.