મોદી સરકારમાં એક એવી યોજના શરૂ થઈ છે, જેનો લાભ ગરીબ પરિવારોને મળી રહ્યો છે. આ સ્કીમમાં ઓછા વ્યાજે કોઈ પણ ગેરંટી વિના લોન મળે છે.
આ સાથે જ આર્થિક મદદ માટે 15000 રૂપિયાની મદદ પર આપે છે. ઓછા પર લોન આપવાનો હેતુ ગરીબ પરિવારોને વ્યવસાય માટે મદદ કરવાનો છે. આ યોજના 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી, જેનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે.
શું છે વિશ્વકર્મા યોજના?
PM Vishwakarma Yojana માધ્યમે સોની, લુહાર, વાણંદ અને દરજી જેવા પારંપરિક કૌશલ્ય ધરાવતા લોકોને ઘણી રીતે ફાયદો થઈ શકે છે.

સરકાર તરફથી યોજનામાં 18 પારંપરિક કૌશલ્યવાળા વ્યવસાયો સામેલ કરવામાં આવ્યા છે, જેને આખા ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોના કારીગરો અને શિલ્પકારોને મદદ મળશે.
બે સ્ટેપમાં 3 લાખની લોન
PM Vishwakarma Yojana હેઠળ સૌથી મોટો ફાયદો એ થશે કે જો કોઈ સ્કિલ્ડ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે અને નાણાકીય પરેશાનીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, તો તે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે.
જેમાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આમાં બિઝનેસ શરૂ કરવા માટે પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને પછી તેના વિસ્તરણ માટે, બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન માત્ર 5 ટકા વ્યાજ પર આપવામાં આવે છે.
15000 રૂપિયાની મદદ
PM Vishwakarma Scheme હેઠળ નક્કી કરાયેલા 18 ટ્રેડ લોકોના કૌશલ્ય અને નિખાર માટે માસ્ટર ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ સાથે જ 500 રૂપિયા પ્રતિ દિવસ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
ત્યારે લાભાર્થીને આમાંથી પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ, આઇડી કાર્ડ, બેઝીક અને એડવાન્સ ટ્રેનિંગથી જોડાયેલી સ્કિલ અપગ્રેડેશન, 15000 રૂપિયાની ટૂલકિટ પ્રોત્સાહન, ડિજિટલ ટ્રાન્ઝેક્શન મતએ ઇન્સેટીવ આપવામાં આવે છે.
કોણ લઈ શકે છે લાભ?
અરજી કરતો વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. સાથે જ વિશ્વકર્મા દ્વારા નક્કી કરેલા 18 ટ્રેડમાંથી એક સંબંધિત હોવો જોઈએ.
અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ સિવાય સંબંધિત ટ્રેડમાં પ્રમાણપત્ર હોવું જોઈએ. યોજનામાં સામેલ 140 જાતિઓમાંથી એક સાથે સંબંધિત હોવો જોઈએ.
ક્યાં દસ્તાવેજો લાગશે?
આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, જાતિઓ દાખલો, ઓળખકાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બેંક પાસબુક અને માન્ય મોબાઇલ નંબરની જરૂર પડશે.
અરજી કેવી રીતે કરવી?
- જો તમારા બેંક ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે સરળતાથી પ્રીમિયમ ચૂકવી શકો છો.
- સમયસર પ્રીમિયમ ભરવાથી ક્રેડિટ સ્કોર પર સકારાત્મક અસર પડશે.
- ઘણા ક્રેડિટ કાર્ડ્સ પર વીમા પ્રીમિયમની ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ છે.
- જો તમે ચુકવણી માટે ઓટો-ડેબિટ વિકલ્પ પસંદ કરો છો, તો પ્રીમિયમ સમયસર ચૂકવવામાં આવશે.
- તમને જણાવી દઈએ કે ઘણી વીમા કંપનીઓ ક્રેડિટ કાર્ડ દ્વારા પ્રીમિયમ ભરવા માટે વધારાની ફી વસૂલે છે.
- આવી સ્થિતિમાં, તમારે આ વિકલ્પ પસંદ કરતા પહેલા નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ.