ઉનાળાની ગરમીમાં ઠંડુ પાણી પીવાથી રાહત મળે છે. ઉનાળામાં ગરમીના કારણે વધારે તરસ લાગવાથી ગળું સુકાવા લાગે છે. આવી સ્થિતિમાં, લોકોને ગળાને ઠંડક આપવા માટે ફ્રિજ માંથી ઠંડુ પાણી પીવું ગમે છે.
ઉનાળાના દિવસોમાં તમે ઘર કે ઓફિસ, ટ્રાવેલિંગ કે કોઇ પણ કામ કરતા હોવ, પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તમે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવી શકો છો. પરંતુ ગંદુ પાણી અથવા ગંદા બોટલનું પાણી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

ઉનાળાના દિવસોમાં શાળા, કોલેજ, ઓફિસ, દુકાનમાં દરેક જગ્યાએ પાણીની બોટલ દરેક જણ પોતાની સાથે રાખે છે. ઘરોમાં પાણીને ઠંડુ કરવા માટે બોટલોને ફ્રિજમાં રાખવામાં આવે છે.
આવી સ્થિતિમાં, આ પ્લાસ્ટિકની બોટલો સાફ અને સ્વચ્છ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમારા માટે કેટલીક એવી ટ્રિક્સ લાવ્યા છીએ જેનાથી બ્રશ વગર મિનિટોમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ સાફ કરી શકાય છે..
બેકિંગ સોડા અને લીંબુનો રસ
પ્લાસ્ટિકની પાણીની બોટલને સાફ કરવા માટે, સૌ પ્રથમ એક બાઉલમાં સમાન માત્રામાં બેકિંગ સોડા અને લીંબુનો રસ લો. તેમાં ગરમ પાણી ઉમેરો. આ દ્રાવણને પાણીની બોટલમાં રેડો. આ પછી, ડિશ વોશથી બોટલને ધોઈ લો. સાફ પાણી વડે બોટલને ધોઈ નાખો.
હુંફાળું પાણી અને બેકિંગ સોડા
ઘણી વખત પાણીની બોટલ લાંબા સમય સુધી વાપરવાથી ચીકણી થવા લાગે છે. તેને સાફ કરવા માટે ગરમ પાણી અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. સૌ પ્રથમ એક મોટા વાસણમાં ગરમ પાણી લો. તેમાં મીઠું અને બેકિંગ સોડા ઉમેરો. તેમાં પાણીની બોટલને 15 મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ બોટલ સાફ પાણી વડે ધોઇ લો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લીંબુ અને લીમડાનું પાણી
બોટલને સાફ કરવા માટે તમે લીમડાના પાણી અને લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ પાણીમાં લીમડાના પાન અને લીંબુના ટુકડા ઉમેરી લો. તેને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો. તેનાથી તમે તમામ પ્રકારની પ્લાસ્ટિક, ગ્લાસ અને સ્ટીલની બોટલ સાફ કરી શકો છો. બોટલને 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. આ પછી, બોટલને સાબુથી ધોઈ લો.
સરકો અને પાણી
બોટલ સાફ કરવા અને ડાઘ દૂર કરવા માટે સરકોનો ઉપયોગ કરો. એક બાઉલમાં ગરમ પાણી લો, તેમાં સરકો ઉમેરો. સોલ્યુશનને બોટલ અને ઢાંકણ પર લાગુ કરો. તેને 20 મિનિટ સુધી આમ જ રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઇ લો.










