શું તમે નવું ઘર લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સરકારે મહિલાઓ માટે પ્રોપર્ટીને લગતા એવા નિયમ બનાવ્યા છે જેનો તમે લાભ લઈ શકો છો.
ઘરનું ઘર
ઘરનું ઘર એ દરેકનું સપનું હોય છે. કેટલાય વર્ષોની મહેનત અને બચતના અંતે એક ઘર ખરીદી શકાય છે. જો તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારી પત્નીના નામે ખરીદવું સારું રહેશે.

કેન્દ્ર સરકારની પહેલ
કેન્દ્ર સરકારે સમાજમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક પગલું ઉઠાવ્યું છે અને જેમાં પુરુષ કરતાં મહિલાઓને વધુ લાભ આપવામાં આવે છે.
પ્રોપર્ટી ટેક્સમાં છૂટ
જો કોઈ ઘર મહિલાના નામે ખરીદવામાં આવે છે તો તેના પર પ્રોપર્ટી ટેક્સમાં ઘણી છૂટ મળે છે. તેવામાં જો તમે પણ તમારી પત્નીના નામે ઘર ખરીદશો તો ઘણો ફાયદો થઈ શકે છે.
ઓછું વ્યાજદર
જો તમે મિલકત ખરીદી રહ્યા છો તો તે તમારી પત્નીના નામે જ ખરીદવું વધુ સારું છે. આનાથી તમને વધુ ફાયદો થશે જ્યારે તમારે લોન લેવાની જરૂર પડશે ત્યારે તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. ભારતમાં ઘણી બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે જે પુરુષો કરતાં ઓછા વ્યાજ દરે મહિલાઓને લોન પૂરી પાડે છે.
સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત
જ્યારે કોઈ ઘર ખરીદે છે ત્યારે તમારે ઘરનું રજિસ્ટ્રેશન કરાવવયનું હોય છે. જેના માટે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. ઘણા પૈસા સ્ટેમ્પ ડ્યુટી પાછળ પણ ખર્ચાય છે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો એવા છે જ્યાં મહિલાઓને પુરુષો કરતાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પ્રોપર્ટી ટેકસમાં છૂટ
મહિલાઓને મિલકત સંબંધિત કર (પ્રોપર્ટી ટેક્સ)માં પણ રાહત મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓને ટેક્સમાં રાહત આપવામાં આવે છે. જો મિલકત મહિલાના નામે હોય તો જ ટેક્સમાં રાહત મળે છે.
આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા
જો કોઈ મહિલાના નામે મિલકત હોય તો તે તેની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવે છે અને તે આત્મનિર્ભર બને છે. તેથી તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કોઈપણ નિર્ણય લઈ શકે છે.










