ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જ્યારે છૂટાછેડાની વાત આવે તો આ એક મોટો નિર્ણય હોય છે. છૂટાછેડા બાદ પતિ-પત્ની અલગ થવાનો નિર્ણય લે છે.
જો તે ઈચ્છે તો બીજી વખત લગ્ન પણ કરી શકે છે. પરંતુ ક્યારેક પતિ કે પત્ની કોઈ એક પોતાના લગ્ન પૂર્ણ કરવા માંગતું નથી. ટુંકમાં એક છુટાછેડા માટે તૈયાર છે જ્યારે અન્ય છુટાછેડા લેવા માટે તૈયાર નથી.

આવી પરિસ્થિતિમાં અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને મહિલાઓ જે લગ્નમાં ફસાયેલી હોય તેવું અનુભવે છે અને છુટાછેડા લેવા માંગે છે પરંતુ પતિ છુટાછેડા લેવા માટે તૈયાર ન થાય. તો તમને કાનુની અધિકારો વિશે જાણ હોવી જોઈએ. તમે કાનુનની મદદથી છુટાછેડા લઈ શકો છો.
ભારતમાં છૂટાછેડાના નિયમ અલગ અલગ ધર્મો માટે અલગ અલગ હોય છે. જેમ કે,હિન્દુઓ માટે હિન્દુ લગ્ન અધિનિયમ, જો તમે છૂટાછેડા લેવા માંગો છો અને તમારો પતિ આ માટે રાજી નથી. તો પણ તમે છુટાછેડા લઈ શકો છો.
છુટાછેડા માટે બંન્નેની સંમતિની જરુર રહેતી નથી. જો પતિ કે પત્નીમાંથી કોઈ પણ કાયદા મુજબ માન્ય છૂટાછેડા ઇચ્છતું હોય, તો તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરવી જોઈએ. કોર્ટ બંને પક્ષોને સાંભળે છે અને નક્કી કરે છે કે છૂટાછેડા આપવા જોઈએ કે નહીં.
સામાન્ય રીતે કોઈ મહિલા કોર્ટમાં પતિ દ્વારા શારીરિક અને માનસિક હિંસા, પત્નીને છોડી અલગ રહેવું, પતિનું એક્સટ્રા મેરિટલ અફેર થવું કે પતિ દ્વારા ધર્માંતરણ માટે મજબુર કરવી જેવા કારણો જણાવે છે. તો કોર્ટ તેને છૂટાછેડા માટે માન્ય માને છે. પરંતુ, જો પતિ કોર્ટ સમક્ષ આરોપોનો ઇનકાર કરે છે, તો કોર્ટ છૂટાછેડાની અરજી બંધ કરી દે છે.
આવી સ્થિતિમાં, તમારા દાવાઓને મજબૂત બનાવવા માટે, તમારે સંદેશાઓ, સાક્ષીઓ અને તબીબી રેકોર્ડ જેવા જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. જો પતિ તમને છુટાછેડા આપવાની ના પાડે છે, તો તમે છૂટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરી શકો છો. કોર્ટ બંન્ને પક્ષોને સુનાવણી માટે બોલાવે છે.
જો કોર્ટેને તમે જણાવેલા કારણ યોગ્ય લાગે છે, તો તે તમારા પતિની સંમતિ વગર પણ છુટાછેડા આપી શકે છે. પરંતુ કેટલાક કેસમાં પાર્ટનરનું છુટાછેડા આપવાની ના પાડવા પર એક લાંબી પ્રોસેસ થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે યોગ્ય પુરાવાઓ છે. કો કેસ તમારા પક્ષમાં જઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સાથે વૈવાહિક સંપત્તિ કે અન્ય કોઈ સંપત્તિ પર તમારો પણ હક હોય છે. જો તમારો પતિ ઘરેલું હિંસા કે દુવ્યવ્હાર કરે છે. તો તમે સુરક્ષા માટે કાનુની પગલા ભરી શકો છો અને કોર્ટમાંથી તમારી સિક્યોરિટીની પણ માંગ કરી શકો છો.
જાણો છુટાછેડા માટે અરજી કઈ રીતે દાખલ કરવી? તો આ માટે તમે એક વકીલની સલાહ લઈ શકો છો. વકીલ છૂટાછેડાની અરજી તૈયાર કરે છે અને તેને ફેમિલી કોર્ટમાં જમા કરે છે. ત્યારબાદ કરો્ટ તમારા પતિને આ અરજી વિશે નોટિસ મોકલી જાણ કરે છે. ત્યારબાદ બંન્ને પક્ષોની કોર્ટમાં સુનાવણી થાય છે.
જ્યાં તમારો પક્ષ રાખી શકો છો. કેટલીક વખત લગ્ન બચાવવા માટે કાઉન્સલિંગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જેને કૂલિંગ પીરિયડ કહેવામાં આવે છે. જો કોર્ટને તમારો પક્ષ સાચો લાગે છે. તો તે છૂટાછેડાની મંજુરી આપી પોતાનો નિર્ણય જાહેર કરે છે.