સોરાયસીસ એક સ્કિનનો રોગ છે જેમાં ત્વચા પર લાલ પેચ દેખાવા લાગે છે અને એની ઉપર સફેદ પોપડી પડવા લાગે છે. કોણી અને ઘૂંટણ સોરાયસીસથી પ્રભાવિત થતી સૌથી સામાન્ય જગ્યા છે.
પેચનો આકાર અલગ-અલગ હોય છે. સોરાયસીસ થાય ત્યારે આ વાતને ઇગ્નોર કરશો નહીં. તો જાણો સોરાયસીસનાં કેટલા પ્રકાર હોય છે અને કેવી રીતે આમાંથી છુટકારો મેળવશો?
આ કારણે થાય છે સોરાયસીસ
સોરાયસીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. માનવામાં આવે છે કે સોરાયસીસ એક પ્રતિરક્ષા પ્રણાલીની સમસ્યા છે જેમાં સંક્રમણ સામે લડવાની કોશિકાઓ સ્વસ્થ ત્વચા કોશિકાઓ પર હુમલો કરે છે. શોધકર્તાઓનું માનવું છે કે આનુવંશિક અને પર્યાવરણ કારક, આ બંને મહત્વની ભૂમિકા ભજવે છે.

સોરાયસીસનાં પ્રકાર
પ્લાક સોરાયસીસ
પ્લાક સોરાયસીસ, સોરાયસીસનો સૌથી સામાન્ય રૂપ છે. આમાં ત્વચા પર લાલ ધબ્બા થઈને પોપડી થવા લાગે છે. આ સાથે ખંજવાળ અને બળતરા પણ થાય છે. આ કોણી, ઘૂંટણ, ચહેરા અને આંગળીઓના નખ પર થાય છે.
ગુટ્ટેટ સોરાયસીસ
ગુટ્ટેટ સોરાયસીસ બાળકોમાં સૌથી વધારે થાય છે. લાલ, પોપડીદાર ધબ્બા ત્વચાના એક મોટા ક્ષેત્રમાં ઝડપથી વિકસિત થાય છે. આ કોઈ સંક્રમણ પછી જોવા મળે છે.
ઇનવર્સ સોરાયસીસ
ઇનવર્સ સોરાયસીસ બગલમાં, સ્તનની નીચે, કમરની આસપાસ, જાંઘ પર વધારે થાય છે. આ સામાન્ય રીતે ગુલાબી હોય છે.
પુસ્ટુલર સોરાયસીસ
પુસ્ટુલર સોરાયસીસમાં આખા શરીરમાં થાય છે જેમાં નાના-નાના દાણા જોવા મળે છે.
સોરાયસીસથી બચવા માટેના ઉપાય
સોરાયસીસ એક લાઈફ સ્ટાઈલ ડિસીઝ છે જેને તમે સરળતાથી કંટ્રોલમાં કરી શકતા નથી. જ્યારે પણ તમને સોરાયસીસ થાય ત્યારે તમે ખાવાપીવાની બાબતમાં ખાસ ધ્યાન આપો. આ સાથે બોડીને હાઇડ્રેટ રાખો. વધારે પાણી પીઓ. આ માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નારિયેળ તેલ એન્ટીઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર હોય છે જે તમે સ્કિન પર લગાવો છો તો બળતરામાંથી પણ રાહત મળે છે. આ ઉપાય કર્યા છતાં તમને ફરક પડતો નથી તો તમે ચેકઅપ કરાવો. આ વાતને જરા પણ નજરઅંદાજ કરશો નહીં.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










